કસ્ટમ્સની બોલીવૂડ પર લગામ, ડમી બંદુક અને હથિયારોની આયાત મુશ્કેલ

HM News
3 Min Read

મુંબઈ : બોલિવુડની સ્ટંટ આર્ટિસ્ટ ફિરોઝા ખાતુનની ૭૮ હજાર બ્લેન્ક કાર્ટિજ આયાત કરવાના કેસમાં ધરપકડ થયા બાદ બોલિવુડની એક્શન ફિલ્મોમાં વપરાતા બંદુક તથા અન્ય સરંજામની આયાત મુદ્દે કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.તેના કારણે બોલિવુડ નિર્માતોની મુશ્કેલી વધીશકે છે.મસાલા ફિલ્મોને આગના ગોળા અને વિસ્ફોટો દેખાડવા માટે ટનબંધ કાર્ટિજ સાથેની ડમી ગનની જરૃર પડે છે અને નિયંત્રિત સ્ફોટો માટે એક્શન ફિલ્મોએ પ્રોપ હથિયારો માટે સુધારિત આર્મ્સ રુલ ૨૦૧૬ હેઠળ થિયેટર,ફિલ્મ અથવા ટેલિવિઝન રજૂઆત માટે વિશેષ આર્મ્સ લાયસન્સ મેળવવું પડે છે.ગયાં વર્ષે કસ્ટમ વિભાગના અધિકારીઓ કોવિડના કારણે રુટિન ચેકિંગ માટે ઉપલબ્ધ ન હતા ત્યારે ફિરોઝા ખાતુને ત્રણ ખેપ દ્વારા આ કાર્ટિજ મગાવ્યા હતા.તેમણે કાગળ પર આ માત્ર એર પેલેટ હોવાનું દર્શાવ્યું હતું પરંતુ હૈદરાબાદ ફોરેન્સિક લાયબ્રેરીએ આપેલા અહેવાલ બાદ મુંબઈ કસ્ટમને સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો હતો.સીએફએસએલના અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે ખાલી કારતૂસ ચલાવવામાં આવે છે,ત્યારે ઉચ્ચ દબાણનો ગેસ કેસમાંથી છૂટો થાય છે અને બેરલની નીચે આગળ વધે છે.અતિશય ગરમ થયેલા હાઈ-પ્રેશર ગેસ તેમજ પ્રોપેલન્ટના અગ્નિકૃત કણો જીવલેણ ઇજાઓનું કારણ બની શકે છે અને માનવ જીવન માટે જોખમી બની શકે છે.આથી આવી વસ્તુઓ જોખમી છે અને જીવલેણ ઈજાઓ પહોંચાડી શકે છે.

ઉલ્લખનીય છે કે ભારતીય ફિલ્મો ડાકુઓ માટે વપરાતી સિંગલ અથવા ડબલ બેરલ બોલ્ટ એકશન બંદુકો અને પોલીસ અધિકારીઓ માટે વપરાતી રિવોલ્વરોમાંથી ઘણી આગળ વધી ગઈ છે.આજે હવે એક એકશન ફિલ્મ અથવા પોલીસ આધારીત ડ્રામા ફિલ્મમાં એકે-૪૭ રાઈફલો,સેમી-ઓટોમેટિક મશીન ગન,રોકેટ લોન્ચરો,ગ્રેનેડ અને ઓટોમેટિક પિસ્તોલો દર્શાવાય છે જે તાલીમ અને હથિયારોના પ્રદર્શન માટે ડમી બનાવતા વિદેશી બંદુક ઉત્પાદકો પાસેથી આયાત કરવામાં આવે છે.ભારતમાં ફિલ્મ અને ટીવી શૂટ માટે પોલીસ પ્રમાણિત પ્રોપ બંદુકોની આપૂર્તિ કરતા અને ૬૫૦ સભ્યો ધરાવતા મૂવી એકશન ડમી ઈફેક્ટ્સ એસોસિયેશન(એમએડીઈએ)ના એક પીઢ સભ્ય અને ડમી બંદુક સપ્લાયરે જણાવ્યું કે સ્ટાર બનવા ઈચ્છતા નવા કલાકારો એકશન ફિલ્મો કરવા માગતા હોય છે.અમે માત્ર પોલીસ પ્રમાણિત ડમી બંદુકો જ ઉપયોગમાં લઈએ છીએ.ગોળીઓમાં લીડ નથી હોતું અને ટ્રીગર દબાવવાથી તેમાં માત્ર અવાજ અને ઝબકારો થાય છે.તેમણે વધુમાં માહિતી આપી કે પ્રોપ બંદુકોમાં સક્રિય બેરલના સ્થાને એક સોલિડ સ્ટીલનો સળિયો હોય છે.ડમી બંદુકમાં બ્લેન્ક દારૃગોળા માટે એક વિશેષ ચેમ્બર બનાવાયું હોય છે જેનાથી માત્ર અવાજ અને ઝબકારો થાય અને ખાલી ગોળીઓ તેમજ ગેસનો ધૂમાડો નીકળે.મુંબઈ પોલીસ ફિલ્મો અને ટીવી શૂટમાં ઉપોયગમાં લેવા ડમી બંદુકો માટે પ્રમાણપત્ર આપે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *