By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાગળ પર વાઘ ! માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં પ્રચારમાં ‘આપ’ સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કાગળ પર વાઘ ! માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં પ્રચારમાં ‘આપ’ સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ
AhmedabadGeneralPolitics

કાગળ પર વાઘ ! માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં પ્રચારમાં ‘આપ’ સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ

HM News
Last updated: 30/11/2022 6:49 AM
HM News
3 years ago
Share
SHARE

સોશિયલ મીડિયામાં પ્રચારમાં ‘આપ’ સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ
-ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘સોશિયલ મીડિયા વોર’
-ભાજપની ૪૦ ટકા ટ્વિટ ગુજરાતની ચૂંટણી માટે : કોંગ્રેસે ૭૫ ટકાથી વધુ ટ્વિટ ‘ભારત જોડો યાત્રા’ અંગે કરી

અમદાવાદ, મંગળવાર : ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે મતદારો સુધી પહોંચવા જાહેરસભા,ડોર ટુ ડોર પ્રચાર જ નહીં હવે સોશિયલ મીડિયા પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.પક્ષ-ઉમેદવાર વોટ્સએપ,ફેસબૂક,ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગણતરીની મિનિટમા લાખો મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષ,ઉમેદવારો સોશિયલ મીડિયાના આ માધ્યમનો પુષ્કળ ઉપયોગ કરી રહ્યા છે.

ચૂંટણી નજીક આવતાં ખાસ કરીને ભાજપ,કોંગ્રેસ,આપ દ્વારા સોશિયલ મીડિયા વોર રૃમ તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ઉમેદવારોની સોશિયલ મીડિયાની એક વિશેષ ટીમ સક્રિય થઇ ગઇ છે.જેમાં ઉમેદવારે પ્રચાર માટે ક્યા ંમુલાકાત લીધી, દિવસનો કાર્યક્રમ શું રહેશે તેની માહિતી આપવામાં આવે છે.પક્ષ કે ઉમેદવાર વિરુદ્ધ હરીફો દ્વારા કોઇ પ્રચાર કરવામાં આવે તો તેને કઇ રીતે કાઉન્ટર કરવા, હરીફ પક્ષ કે ઉમેદવારની વિવાદાસ્પદ કોમેન્ટને કઇ રીતે વાયરલ કરવી તે સોશિયલ મીડિયા ટીમની મુખ્ય કામગીરી હોય છે.કેટલાક ઉમેદવારોએ અંગત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅનસર્સની પણ મદદ લીધી છે.જેમના ફોલોઅર્સ ખૂબ જ વધારે હોવાથી તેઓ તેમના એકાઉન્ટ થકી તે ઉમેદવારનો પ્રચાર કરે છે.

૨૧થી ૨૭ નવેમ્બર એટલે કે વિતેલા સપ્તાહ દરમિયાન ત્રણેય મુખ્ય પક્ષની સોશિયલ મીડિયા પર ગતિવિધિની વાત કરવામાં આવે તો તેમાં કોંગ્રેસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.કોંગ્રેસની ૭૫ ટકા પોસ્ટ ‘ભારત જોડો યાત્રા’ અંગે જ્યારે માત્ર ૨૦ ટકાથી પણ ઓછી પોસ્ટ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગેની હતી. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ફેસબૂક પેજ, ટ્વિટર હેન્ડલમાં ૪૦ ટકા પોસ્ટ ગુજરાત વિધાનસભા ચૂંટણીની હતી.ભાજપ દ્વારા ચૂંટણી અંગેની દરરોજની પોસ્ટનું પ્રમાણ ગત સપ્તાહે લગભગ એકસમાન રહ્યું હતું.શુક્રવારે ભાજપ,કોંગ્રેસ,આપ દ્વારા ચૂંટણી અંગે સૌથી ઓછી પોસ્ટ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં સૌથી વધુ સક્રિય રહેવામાં આમ આદમી પાર્ટી મોખરે છે.આમ આદમી પાર્ટીના મુખ્ય સોશિયલ મીડિયામાં કરાતી દર બીજી પોસ્ટ ગુજરાતની ચૂંટણી અંગેની છે રવિવારે ‘આપ’ની ૯૫ ટકા પોસ્ટ ગુજરાતની ચૂંટણી અંગેની હતી.

ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન
1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર
ઠાકરે સરકારે મને જેલમાં નાખવાનો ટાર્ગેટ કમિશનર સંજય પાંડેને આપ્યો હતો : ફડણવીસ
ચૂંટણી પહેલા ભાજપનો દાવ ! રાજ શેખાવતના કેસરિયા
તંત્રની પોલ ખોલતો વીડિયો વાઇરલ, ‘હોમ ક્વોરન્ટાઇનમાં સુવિધાના નામે મીડું, ચાદર, તકિયા અને ટોઇલેટમાં તો..’
Share This Article
Facebook Email Print
Previous Article ચૂંટણીમાં પાટીદારોને ભાજપ વિરૂદ્ધ ઉશ્કેરતી ન્યૂઝ ચેનલની ફેક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાઈરલ
Next Article કથિરીયાની કાકાને ચેલેન્જ, ‘કાકા જીતશે તો ખભા પર બેસાડીશ’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up