By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાનપુરના ડિમોલિશનને રમખાણો સાથે સંબંધ નથીઃ યુપી સરકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કાનપુરના ડિમોલિશનને રમખાણો સાથે સંબંધ નથીઃ યુપી સરકાર
GeneralNational

કાનપુરના ડિમોલિશનને રમખાણો સાથે સંબંધ નથીઃ યુપી સરકાર

HM News
Last updated: 23/06/2022 6:44 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કાનપુર અને પ્રયાગરાજમાં ગેરકાયદેસર બાંધકામોને પાલિકા દ્વારા નિયમોનુસાર તોડી પાડવામાં આવ્યા હતા અને પયગંબર મોહમ્મદ વિશેની ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ દ્વારા ટિપ્પણીને પગલે હિંસક વિરોધમાં સામેલ આરોપીઓની દંડિત કરવા સાથે કોઈ લેવા દેવા નથી.

મુસ્લિમ સંસ્થા જમીયત ઉલામા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ હેઠળ દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અંગેે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અરજીઓમાં જે ડિમોલિશનનો ઉલ્લેખ કરાયો છે તે સ્થાનિક વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને તે રાજ્ય વહીવટથી સ્વતંત્ર વૈધાનિક સ્વાયત્ત સંસ્થાઓ છે.તેણે વધુમાં જણાવ્યું હતું કે કરવામાં આવેલી આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ,1972 અનુસાર અને અનધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ સામેના તેમના નિયમિત પ્રયાસોના ભાગરૂપે છે.

સોગંદનામામાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે,“જ્યાં સુધી આરોપી તોફાનીઓ વિરુદ્ધ કાર્યવાહીનો સંબંધ છે,રાજ્ય સરકાર તેમની સામે CrPC,ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર અને અસામાજિક પ્રવૃત્તિ(નિવારણ)અધિનિયમ, 1986 અને નિયમો 2021,ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તથા ઉત્તર પ્રદેશ રીકવરી ઓફ ડેમેજીસ ટુ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી ઓર્ડિનન્સ,2020 જેવા વિવિધ કાયદાઓ મુજબ કડક પગલાં લઈ રહી છે.”એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાનપુરમાં બે બિલ્ડરોએ પણ ગેરકાયદે બાંધકામની કબૂલાત કરી છે.

સુરત જિલ્લા પોલીસ દ્વારા ગણેશ વિસર્જનમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ
દમણમાં તો દારુ સસ્તો છે ! ડૉક્ટર પતિ-પત્ની ગાડીમાં 34 બોટલો લાવ્યા અને ફસાયા
મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે એવા સ્વામીના આક્ષેપથી ખળભળાટ
અબજોપતિઓની જમાતમાં હેલ્થ સેકટરનાં ૭ નવા દિગ્ગજ
માંગરોળના રેન્જ ફોરેસ્ટરને કારે અડફેટમાં લેતા મોત
Share This Article
Facebook Email Print
Previous Article CBIએ રૂ 34,615 કરોડના બેન્કિંગ ફ્રોડ કેસમાં DHFL, પ્રમોટર્સ સામે ફરિયાદ નોંધી
Next Article ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશેઃ વડાપ્રધાન મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up