[weather_data]
Breaking News
TRENDING NEWS

કાપડના વેપારીઓના આંદોલનનો પડઘો, કાપડ પરનો GST વધારો મોકૂફ

[updated_date] [post_views]

Table of Content

  • GST કાઉન્સિલની બેઠકમાં કાપડ પર 1 જાન્યુઆરીથી 12 % જીએસટી કરવાનો અમલ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

દિલ્હી : કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે.કાપડ પર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.GST કાઉન્સિલની બેઠકમાં કાપડ પર 1 જાન્યુઆરીથી 12% જીએસટી કરવાનો અમલ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલનો 5% ટકા દર યથાવત્ રહેશે.

આજે દિલ્લીમાં નાણા મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે.એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.

ગુજરાતના ટેક્ષટાઈલ વેપારીઓએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો. ગઇકાલે સરકારના નિર્ણયના વિરોધમાં અમદાવાદના 50000 કાપડના દુકાનદારો 100થી વધુ કાપડ માર્કેટ અને મહાજન સાથે સંકળાયેલા વેપારીઓ,પ્રોસેસ હાઉસ સંચાલકો,રેડીમેડ ગારમેન્ટના વેપારીઓએ બંધ પાળ્યો હતો.બપોરે ૧૨ વાગ્યે તમામ વેપારીઓ અને દુકાનદારો પોતપોતાની પેઢી કે દુકાન આગળ તથા માર્કેટ આગળ GSTના કાળા કાયદાના વિરોધ કરતાં બોર્ડ સાથે મૌન વિરોધમાં જોડાયા હતા.

સુરત,રાજકોટ,વડોદરા સહિત દેશભરના તમામ શહેરોમાં 12 ટકા GSTના વિરોધમાં કાપડના વેપારીઓ એકસાથે રોડ પર ઉતરી આવતા સરકાર ચિંતિત બની હતી.કાપડ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં નહીં આવે તો 1લી જાન્યુઆરીથી કોઈ વેપારી 12 ટકા GST સાથેનું બિલ બનાવશે નહીં તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles