By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાપડ ચોરીના કિસ્સામાં સલમાન ખાન વિરુદ્ધ કડોદરા પોલીસમાં નોંધાયો ગુનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કાપડ ચોરીના કિસ્સામાં સલમાન ખાન વિરુદ્ધ કડોદરા પોલીસમાં નોંધાયો ગુનો
GeneralSouth Gujarat

કાપડ ચોરીના કિસ્સામાં સલમાન ખાન વિરુદ્ધ કડોદરા પોલીસમાં નોંધાયો ગુનો

HM News
Last updated: 01/09/2021 7:26 AM
HM News
4 years ago
Share
SHARE

– થોડા દિવસ અગાઉ પાર્સલ સંબંધિત પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં 5 પાર્સલ ઓછા મળ્યા હોવાનો ફોન આવતા CCTV ફૂટેજ તપાસ કરતાં હકીક્ત બહાર આવી

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનના સિકીયુરિટી એજન્સીના કાયમી વોચમેનના બદલે ક્યારેક ક્યાર અવેજીમાં આવતા વોચમેને ગોડાઉન માંથી ચોરી છુપી રીતે એક મહિના અગાઉ અન્ય રાજ્યમાં મોકલવાના 5 જેટલા ફેન્સી કપડાના પાર્સલની ચોરી કરી હતી.થોડા દિવસ અગાઉ પાર્સલ સંબંધિત પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં 5 પાર્સલ ઓછા મળ્યા હોવાનો ફોન આવતા તપાસ કરતા 3 ઓગસ્ટના રોજ ચોરી કરી હોવાનું CCTV કેમરામાં કેદ થયું હોવાનું બહાર આવ્યું હતું.ઘટના અંગે ટ્રાન્સપોર્ટ મેનેજરે કડોદરા પોલિસ મથકમાં ફરિયાદ કરી હતી.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં આવેલ ને.હા.6 ની બાજુના આવેલ R.K ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે.જે સુરતના વિવિધ ટેકસટાઇલ માર્કેટ માંથી આવેલા અન્ય રાજ્યમાં મોકલવાના પાર્સલ ગાડીમાં ભરી પહોંચાડવાનું કામ કરે છે.ગત 16 ઓગસ્ટના ટ્રાન્સપોર્ટની બિહારની એક પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ફોન આવ્યો હતો અને ગોડાઉન માંથી બિહાર મોકલેલા પર્સલો પૈકી 5 પાર્સલ ઓછા હોવાનું જણાવ્યું હતું.જે સબંધે ટ્રાન્સપોર્ટ ઓફીસના કર્મચારી દ્વારા ગોડાઉનમાં લગાવેલા CCTV કેમરાની ફૂટેજ ચેક કરતા ગત 3 ઓગસ્ટ રોજ રાત્રીના 10:20 વાગ્યાના અરસામાં એક ઈસમ ગોડાઉનના ત્રણ નંબરના ગેટમાં અંદરની બાજુએથી લગાવેલા નટબોલટ ખોલી દરવાજો ખોલી ગોડાઉનમાં પ્રવેશી એક પછી એક એમ 5 પાર્સલજેની કીમત ૨.૫૫ લાખની ચોરી કરતા નજરે ચઢ્યો હતો.જે ઈસમ બાબતે ગોડાઉનના કર્મચારીઓ ને પૂછપરછ કરતા ગોડાઉનમાં સિક્યુરિટી એજન્સીમાં ક્યારેક ક્યારેક અવેજીમાં આવતો સલમાન ખાન નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું હતું.જે અંગે સિક્યુરિટી એજન્સીના મેનેજરને વધુ પૂછપરછ કરતા તેનું નામ સલમાન શહીદ ખાન રહે.હરિઓમ નગર દિલીપભાઈના મકાનમાં પાંચમા માળે સારોલી સુરત હોવાનું જણાવ્યું હતું.જેથી ટ્રાન્સપોર્ટના મેનેજર સુશીલકુમાર સિંગ નાઓએ સલમાન ખાન વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથમના ફરિયાદ આપી હતી

કાશ્મીરમાં ભાજપના નેતા, તેમના પિતા અને ભાઈની હત્યા બાદ 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
ED-CBI ડાયરેક્ટરનો કાર્યકાળ બેથી વધારી પાંચ વર્ષનો કરાતા હોબાળો
૧૭.૬૦ લાખના દારૃના કેસમાં ગાડીના માલિકને યુ.પી.થી પકડી લાવતી પોલીસ
શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેત
મુશ્કેલીમાં વધારો : નુસરત જહાંના લગ્નનો વિવાદ સંસદ પહોંચ્યે, લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ ઉઠી
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી આમ આદમી પાર્ટીમાં યુવા પ્રમુખ તરીકે જીગર ચાવડાની નિમણુંક
Next Article How Jennifer Aniston ‘Struggles With Depression’ Inspired New Album
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up