સુરત : સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે મિત્રતા કેળવી મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ જઇ રાણી તળાવના યુવાને દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે.જો કે પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો.વેસુ વિસ્તારમાં રહેતી દિવ્યા(ઉ.વ.19 નામ બદલ્યું છે)અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
છેલ્લા એક વર્ષથી દિવ્યા પોતાના કલાસમાં અભ્યાસ કરતા બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ(ઉ.વ.19 રહે.રાણી તળાવ,ખાટકીવાડ,લાલગેટ)સાથે મિત્રતા થઇ હતી.ગત નવેમ્બર મહિનામાં બાદશાહે દિવ્યાને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો.જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા.ત્યાર બાદ બાદશાહે પુનઃ દિવ્યાને કાફેમાં મળવા બોલાવી હતી પરંતુ ઇન્કાર કરતા બાદશાહે ફોટો કોલેજના મિત્રનો ગૃપમાં વાયરલ કરવાની અને તેઓ એકલા કાફેમાં ગયા હતા અને ત્યાં બહુ મજા કરી છે તેવી વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપી હતી.