– મહિલા પ્રદર્શનકારી તાલિબાની બંદૂક સામે નીડર બની ઊભી રહી
– કાબુલમાંથી પ્રસિદ્ધ થયેલા એક ફોટોગ્રાફમાં એક નીડર મહિલા, એક તાલિબાનની બંદૂક સામે હિંમતપૂર્વક ઊભી રહેલી દેખાય છે.
વાસ્તવમાં, કાબુલ અને મઝર-એ-શરીફ જેવાં શહેરોમાં છેલ્લા કેટલાએ દિવસોથી તાલિબાનોના વિરોધમાં સરઘસો નીકળી રહ્યાં છે.ત્યારે મંગળવારે (તા. ૭/૯ના દિને) તો, આ વિરોધી પ્રદર્શનો ટોચ ઉપર પહોંચ્યા હતાં.તાલિબાનોએ તેમને વિખેરી નાખવા અને ભયભીત કરવા હવામાં ગોળીબારો પણ કર્યા હતા.પરંતુ તેની પણ આ પ્રદર્શનકારીઓએ દરકાર કરી ન હતી.તેમાં એક તાલિબાને એક મહિલા સામે બંદૂક તાકી ત્યારે તે મહિલા અડીખમ ઉભા રહ્યા હતા.જેનો ફોટો ‘ટોબો-ન્યૂઝ’નાં પત્રકાર ઝાહરા રહીમીએ પાડી લીધો હતો અને તેને પ્રસારિત પણ કર્યો હતો.
આ પ્રદર્શનો મંગળવારે પૂરજોશમાં ચાલતા હતા અને પ્રદર્શનકારીઓ ‘પાકિસ્તાનનું મોત થાવ,મોત થાવ’ તેવાં સ્લોગન્સ બોલતા હતા. તે સાથે પંજશીર-ઘાટીમાં પાકિસ્તાન હવાઈદળ દ્વારા કરાયેલા હુમલાઓનો પણ પ્રચંડ વિરોધ કરી રહ્યા હતાં.
આ પ્રદર્શનકારીઓ પૈકી એક પ્રદર્શનકારીએ ટોબો ન્યૂઝના પત્રકારને કહ્યું કે ‘જુવો, જુવો આ જંગલી તાલિબાનોને જુવો, તેઓ તો મહિલાઓને પણ મારી રહ્યા છે.પરંતુ અફઘાન મહિલાઓએ ઘણી અને અસામાન્ય હિંમત દર્શાવી છે અને પાકિસ્તાની ઈસ્લામિક ત્રાસવાદ સામે સખતની ટક્કર આપે છે. મહિલાઓ તેમના અધિકારો માટે લડી રહી છે.વાસ્તવમાં અફઘાનોને આ રીતે ‘પડવા-મુકવા’ માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને નાટોએ શરમાવું જોઈએ.
પંજશીર જિલ્લામાં તાલિબાનો સામે ટક્કર આપી રહેલી ‘રેઝિસસ્ટન્સ મુવમેન્ટ’ના સહનેતા,અહમદ મસૂદે,એક વૉઇસ-ક્લિપ દ્વારા અફઘાનોને ફરી એકત્રિત થઈ તાલિબાનોનો કટ્ટર સામનો કરવાનો આદેશ આપ્યા પછી અફઘાનિસ્તાનમાં ‘વિરોધ પ્રદર્શનો’માં ભારે જુવાળ આવ્યો છે.