કાબુલ : અફઘાનિસ્તાનમાં ગુરુવારે કાબુલ એરપોર્ટની પાસે બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ભીડ પર કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 103થી વધુનાં લોકોનાં મોત થયાં છે,જ્યારે 150થી વધુ ઘાયલ થયા હતા.આ હુમલામાં અમેરિકાના 13 મરીન કમાન્ડો સૈનિકોના પણ મોત થયાં છે.આ હુમલામાં 90 અફઘાન લોકોનાં અને 28 તાલિબાનોનાં પણ મોત થયાં હતાં.ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ખોરાસાન જૂથે આ બોમ્બધડાકાની જવાબદારી લીધી છે.અમેરિકાએ હજી વધુ આતંકી હુમલાનો અંદેશો વ્યક્ત કર્યો છે.એરપોર્ટ પર હુમલા પહેલાં ફાયરિંગ થયું હતું.
આતંકી સંગઠન ISએ કહ્યું હતું કે તેણે અમેરિકી સૈનિકોને નિસાન બનાવીને હુમલો કર્યો હતો. ISISનું ખોરાસાન જૂથ,ઇરાન,અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાનના ક્ષેત્રોમાં મોજૂદ છે, આ જૂથમાં અલ કાયદાના આતંકી પણ સામેલ છે.
અમેરિકી જનરલ ફ્રેન્ક મૈકેન્ઝીએ કહ્યું હતું કે આ હુમલાના આતંકવાદીઓને શોધી કાઢવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે કાબુલમાં એરપોર્ટની સુરક્ષા હજી પણ જોખમમાં છે.અમને આશા છે કે આ હુમલા જારી રહેશે.તાલિબાન કમાન્ડરોને એરપોર્ટ પર એક આત્મઘાતી હુમલા રોકવા નિર્દેશ આપવા નિર્દેશ આપ્યા છે, એમ તેમણે કહ્યું હતું. આ હુમલાના જવાબદાર લોકોને માફ નહીં કરવામાં આવે.તેમને ગમે એ રીતે શોધી કાઢવામાં આવશે. તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.મને ખબર છે કે તે લોકો કોણ છે,તેઓ ક્યાંય પણ હોય તેમને સજા કરવામાં આવશે,એમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે અમે અત્યાર સુધીમાં એક લાખ લોકોથી વધુ લોકોને બહાર કાઢ્યા છે.