By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાબુલ ગુરુદ્વારા હુમલામાં કેરળનો આતંકી પણ સામેલ : ISIS સાથે સાંઠગાંઠ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કાબુલ ગુરુદ્વારા હુમલામાં કેરળનો આતંકી પણ સામેલ : ISIS સાથે સાંઠગાંઠ
GeneralInternational

કાબુલ ગુરુદ્વારા હુમલામાં કેરળનો આતંકી પણ સામેલ : ISIS સાથે સાંઠગાંઠ

HM News
Last updated: 28/03/2020 6:20 AM
HM News
5 years ago
Share
SHARE

-તેની સાથે અન્ય 14 લોકો પણ ભારતથી ભાગી ISISમાં સામેલ થયા હતા

એજન્સી, કાબુલ

કાબુલમાં સિખો પર કરાયેલા આતંકી હુમલામાં સામેલ ચાર આતંકીઓ પૈકી એક 30 વર્ષનો દુકાનદાર હતો જે ચાર વર્ષ પહેલા કેરળના અન્ય 14 યુવકો સાથે ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા ભારતથી ભાગ્યો હતો. ઇસ્લામિક સ્ટેટ સંગઠને શુક્રવારે એક તસ્વીર જાહેર કરી હતી, જે આત્મઘાતીની હતી. તે ચાર આતંકીઓ પૈકી એક હતો જેણે કાબૂલમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 સિખોના મોત થયા હતા. અફઘાનમાં સિખો અલ્પસંખ્યક છે અને ખૂબ જ ઓછી વસ્તીવાળો સમુદાય છે.

કેરળના આતંકી વિરુદ્ધ ઇન્ટરપોલની નોટિસ પણ ઇશ્યુ થયેલી છે જ્યારે NIA પણ 2016થી તેની તપાસ કરી રહી છે. કેરળના કાસરગોડમાં રહેતા આઇએસના આતંકીના માતા-પિતાએ 2016માં તેની ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેની સાથે અન્ય 14 લોકો ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે તપાસમાં ખુલાસો થયો હતો કે તમામ ગુમ થયેલા ઇસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનમાં જોડાઇ ચૂક્યા છે. તેઓને આઇએસમાં સામેલ કરવા માટે દિલ્હીની 29 વર્ષની યાસ્મીન જાહિદ જવાબદાર હતી,જે દિલ્હીના ઓખલા જામિયા નગર સ્થિત બાટલા હાઉસ વિસ્તારમાં રહેતી હતી. તે બિહારની રહેવાસી હતી.

NIAની તપાસમાં સામે આવ્યુ હતું કે કેરળનો રહેવાસી અબ્દુલ, યાસ્મીન અને અન્ય લોકો 2015 થી કેરળ અને ભારતના અન્ય રાજ્યોમાં આઇએસને સ્થાપવાના પ્રયત્નમાં હતા. જ્યારે હવે ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલા હુમલામાં કેરળનો રહેવાસી આતંકી સામેલ હતો.

તમે વાંચીને ચોંકી ઉઠશો આ કિસ્સો, લગ્નવિધિના આડે જે થયું તે ખરેખર વાંચવા જેવું
દિકરીના લગ્નને લઈને ઈમોશનલ સુનીલ શેટ્ટી, આથિયા શેટ્ટી-કેએલ રાહુલના કરાવશે ગ્રાન્ડ વેડિંગ
ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળા પર નિયંત્રણ લાવવા ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ : 22 આરોપીને ઝડપ્યા
PM કિસાન યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે : PM
ગુજરાતના રૂ.580 કરોડના કોલસા કૌભાંડના આરોપીઓની મુશ્કેલીઓ વધી
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી: શુગર ફેક્ટરીના મજૂરોની હિજરત : ખેડૂતોને કરોડનો નુકશાન થવાની સંભાવના
Next Article કોરોના : ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશોને લઇને વધારે ચિંતા : વર્લ્ડ બેંક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up