By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાબુલ હુમલામાં ખુલ્યું પાક. કનેક્શન! નરસંહાર માટે ISISનો આતંકી ફારુકી જવાબદાર હોવાની આશંકા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કાબુલ હુમલામાં ખુલ્યું પાક. કનેક્શન! નરસંહાર માટે ISISનો આતંકી ફારુકી જવાબદાર હોવાની આશંકા
GeneralInternational

કાબુલ હુમલામાં ખુલ્યું પાક. કનેક્શન! નરસંહાર માટે ISISનો આતંકી ફારુકી જવાબદાર હોવાની આશંકા

HM News
Last updated: 27/08/2021 6:37 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોઈ પણ સ્થળે આતંકવાદી હુમલો થાય અને તેમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ ના થાય તો જ નવાણી હશે.કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દુનિયા હચમચી ગઈ છે.આ સીરિયલ વિસ્ફોટમાં પણ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.અફઘાનના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કાબુલ એરપોર્ટ નજીક થયેલા બ્લાસ્ટનું ષડયંત્ર પાકિસ્તાનમાં ઘડાયું હતું અને આ ભયાનક હુમલા પાછળ પાકિસ્તાનમાં રહેતો આઈએસઆઈએસનો ખતરનાક આતંકી અસલમ ફારુકીનો હાથ હોઈ શકે છે.ગુરુવારે રાત્રે કાબુલ એરપોર્ટ પાસે આતંકવાદી હુમલો થયો હતો જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

એક અંગ્રેજી વેબસાઈટે અફઘાની સૂત્રોની માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે શાંતિ પ્રક્રિયા હેઠળ કેટલાય ખતરનાક અને ખુંખાર આતંકવાદીઓને છોડી દેવામાં આવ્યા હતા.આ આતંકીઓ જ કાબુલમાં બ્લાસ્ટ માટે જવાબદાર હોવાની આશંકા છે.આ આતંકીઓમાં પાકિસ્તાનમાં આઈએસઆઈએસનો જાણીતો ચહેરો અમીર મૌલવી અસલમ ફારૂકી સામેલ છે અને કાબુલ હુમલા પાછળ તેનો હાથ હોવાની પ્રબળ શક્યતા રહેલી છે.

કાબુલના ગુરુદ્વારાઓમાં કરવામાં આવેલા હુમલામાં પણ ફારુકી સામલે હતો.આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા. 4 એપ્રિલ 2020ના અફઘાન નેશનલ સિક્યોરિટી ડાયરેક્ટોરેટ અર્થાત એનડીએસએ માવલવી ફારુકીની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન તેણે હુમલામાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી અને વિસ્ફોટોને અંજામ આપવામાં પાકિસ્તાનની ભૂમિકા પણ સ્વીકારી હતી.હાલ અસલમ ફારૂકી પાકિસ્તાનમાં આઈએસઆઈએસ-કેનો પ્રમુખ છે.

અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલો હતો અને ત્યારબાદ તહરીક-એ-તાલિબાન સાથે તે જોડાયો હતો.એપ્રેલ 2018માં તેણે આઈએસઆઈએસ-કે એટલે કે આએસકેપી પ્રમુખ તરીકે જિયા-ઉલ-હક ઉર્ફ અબુ ઉમર ખોરાસાનીનું સ્થાન લીધું હતું.તેની સાથે લશ્કર-એ-તોઈબાના ભાગ એવા ચાર પાકિસ્તાની નાગિરકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.ફારુકીની સાથે ખૈબર પખ્તૂનખ્વાના મસૂદુલ્લાહ,ખાન મોહમ્મદ,કરાચીનો સલમાન અને ઈસ્લામાબાદનો અલી મોહમ્મદ પણ પકડાયા હતા.

સૂત્રોનું માનવું છે કે, જેલમાંથી છૂટ્યા બાદ માવલાવી ફારુકી અને તેના જૂના સાગરિતોએ મળીને કાબુલ હુમાલને અંજામ આપ્યો છે.પાકિસ્તાનની એજન્સીઓ પણ આવો હુમલો ઈચ્છતી હતી.એક અહેવાલ મુજબ પાક. ઈચ્છે છે કે પ્રદેશમાં અશાંતિ ફેલાય જેના થકી આતંકવાદી ષડયંત્રોને અંજામ આપી શકાય અ વિકસિત દેશો પાસેથી નાણાં પડાવી શકાય.

ચૂંટણીપંચે રજિસ્ટર્ડ છતાં નિષ્ક્રિય 87 રાજકીય પક્ષોને લિસ્ટમાંથી હટાવ્યાં
બિહાર ભાજપ સંગઠનમાં બે ગુજરાતીઓનો દબદબો, આ નેતાને મળી મોટી જવાબદારી
પલસાણામાં 400 થી વધુ ઔદ્યોગિક એકમો આગામી 3 દિવસ માટે બંધ
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા જમીન દલાલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ફરિયાદ
ધર્માંતરણ કેસ : UP ATSના વડોદરામાં ધામા, ફંડિંગના આરોપી સલાઉદ્દીનના ઘર-ઓફિસમાં તપાસ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત નજીક ઉંબેરમાં સોલિડ વેસ્ટ પ્લાન્ટના આયોજન સામે ગ્રામજનોને વિરોધ
Next Article સરકારની હિંમત પણ તૂટી, ગુજરાતમાં ગમે ત્યારે જાહેર કરી શકે છે અનાવૃષ્ટિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up