કામધંધો કરવા કહેતા બેકાર યુવાને પત્નીનું ગળું દબાવી હત્યા કરી

HM News
1 Min Read

સુરત : સુરતના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટમાં રહેતો બેકાર યુવાન ગતરાત્રે પત્નીએ કામધંધો કરવા કહેતા થયેલા ઝઘડામાં તેનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.ચોકબજાર પોલીસે યુવાનની અટકાયત કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભાઠેના 1 રઝાનગરમાં રહેતા શેખ નાઝીમ શેખ રસીદની બહેન આફરીન(ઉ.વ.23) ના લગ્ન પાંચ વર્ષ અગાઉ સુરતના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી-513 માં રહેતા ઈરફાન શેખ ઈશાક શેખ સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન ઈરફાન એક પુત્રનો પિતા બન્યો હતો છતાં કોઈ કામ કરતો નહોતો.આથી તેનો પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો.ગતરાત્રે પણ બંને વચ્ચે ફરી કામ કરવા બાબતે ઝઘડો થયો હતો.તે દરમિયાન ઇરફાને આફરીનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.

આ તરફ તેના ઘરે પહોંચેલા પરિવારજનોને આફરીન બેભાન થઈ ગઈ હોવાનું લાગતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા.પરંતુ તેના ગળાના ભાગે ઈજાના નિશાનને લીધે ચોકબજાર પોલીસે આજરોજ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટના આધારે ઈરફાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.વધુ તપાસ પીઆઈ એ.બી.ઔસુરા કરી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *