મુંબઈ : કામના સ્થળ પર જો કોઈ કર્મચારીને હૃદય વિકારનો ઝટકો આવે તો એ અકસ્માત હોવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો એક કેસમાં ે અપાયોે છે.અરજદારની દલીલોને ગ્રાહ્ય ધરીને ઔરંગાબાદના કામગાર નુકસાન ભરપાઈ કમિશન તથા કામગાર ન્યાયાલયના જજે આદેશ આપ્યો હતો.મૃત વાહન ચાલક સાહેબરાવ સરોદેની પત્ની અને વારસદારોને ટ્રક માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે રૃ.૬,૭૭,૭૬૦ની રકમ ૧૨ ટકા વ્યાજ સાથે નુકસાન ભરપાઈ પેટે આપવાનો આદેશ કોર્ટે અપાયો છે.ટ્રક માલિકને કોર્ટે રૃ.૩,૩૮,૮૮૦નો દંડ ફટકાર્યો છે.કોર્ટે સરોદેના અંતિમ સંસ્કારના ખર્ચ પેટે રૃ.પાંચ હજાર અને કાનૂની ખર્ચ રૃ.પાંચ હજાર આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે.કામના સમયે હૃદયરોગના ઝટકાથી મૃત્યુ પામેલા સાહેબરાવ સરોદેની પત્ની કમલબાઈ,પુત્ર સચિન અને પુત્રી અશ્વિનીએ ટ્રક માલિક સુરેશ રાજપૂત અને વીમા કંપની સામે કરેલા કેસની સુનાવણીના અંતમાં કામગાર કોર્ટે આ આદેશ આપ્યો હતો.સાહેબરાવ રાજપૂતના ટ્રક પર ચાલક હતા.મહિને રૃ.૧૦ હજારનો પગાર મળતો હતો.સતત ૧૫ કલાક ટ્રક ચલાવવો પડતો હતો.આથી તાણામાં રહીને તેમને હૃદયરોગનો ઝટકો લાગ્યો અને મૃત્યુ થયું એવો દાવો વારસદારોએ કર્યો હતો.
સાહેબરાવનું મૃત્યુ કુદરતી હતું અકસ્માતે થયું નથી.આથી નુકસાન ભરપાઈને પાત્ર નથી.ટ્રકની વીમા પોલીસી અકસ્માત માટે અપાઈ છે અને કુદરતી મૃત્યુ માટે લાગુ નથી થતી એવો બચાવ વીમા કંપનીએ કર્યો હતો.આ દલીલ જોકે કોર્ટે માન્ય રાખી નહોતી.કામગાર કોર્ટે આપેલો આ ચુકાદો મહત્ત્વનો માનવામાં આવે છે.કામના સ્થળે હૃદયરોગનો ઝટકો આવતાં સંબંધીત કામગારોને અથવા કર્મચારીઓને વીમા કંપની તરફથી અકસ્માત વીમો હોય તો પણ નુકસાન ભરપાઈ મળવાની શક્યતા નિર્માણ થઈ છે.