કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં ને.હા.48 ઉપર હનુમાનજી મંદિર નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે ચાલકને ઝડપી પાડી કુલ 1,56,475 નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. =તે દરમ્યાન તેમણે બાતમી આધારે અંત્રોલી ગામની સીમમાં ને.હા 48 ઉપર વોચ ગોથવી હતી. =તે દરમ્યાન અબ્રામા તરફથી બાતમી મુજબની સ્વિફ્ટ કાર નંબર જીજે-25-એ-2341 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.જોકે કાર ચાલક કાર લઈ ભાગવા લાગ્યો હતો. પોલીસે કારનો પીછો કરી અંત્રોલી ગામની સીમમાં હનુમાનજી મંદિર નજીક અટકાવી હતી.અને કારમાં તપાસ કરતાં કારમાંથી 55,975 ની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે હાર્દિકભાઇ જસવંતભાઇ દેવાણી (હાલ રહે. એ-૧૦૧ મંત્રા હેરીટેઝ (ભાડેથી) નંદ ચોક મોટા વરાછા સુરત શહેર મુળ રહે. હાવતળ તા.લાઠી જી.અમરેલી) ને ઝડપી પાડ્યો હતો.જ્યારે માલ ભરાવનાર સુખદેવ મારવાડી (રહે. ઉભેળ તા.કામરેજ જી.સુરત) તથા માલ મંગાવનાર પ્રદિપ કાલરીયા (રહે.કોસંબા જી.સુરત) ને વોંટેડ જાહેર કર્યા હતા. =પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ 1,56,475 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


