બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં આવેલ સૂર્યોદય સોસાયટીમાં બિનઅધિકૃત રીતે રાંધણગૅસના સિલિન્ડરમાંથી રીફિલિંગ થતું હોવાની બાતમીના આધારે સુરત જિલ્લા SOGની ટીમે દરોડા પાડી કોમર્શિયલ તેમજ સબસિડી વાળા 144 બોટલ તેમજ એક ટેમ્પો મળી 3.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા SOGમાં ફરજ બજાવતા હે.કો.રણછોડભાઈ તેમજ ગિરિરાજસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે,
નવી પારડી ગામની સીમમાં આવેલી સૂર્યોદય સોસાયટીના બ્લોક નંબર 32ની દુકાન પાસે એક ટેમ્પોમાં ઘર વપરાશના ગૅસ સિલિન્ડર ભરીને લાવવામાં આવ્યા છે અને તેને એક દુકાનમાં રાખી બિનઅધિકૃત રીતે રીફિલિંગ કરી વેચાણ કરવામાં આવે છે.જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં કોમર્શિયલ બટલા નંગ 144 કિંમત રૂ.1.99 લાખ,રીફિલિંગ કરવાની મોટર,રેયુલેટર,નોઝલ,સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે આ ગુનામાં કિશનભાઈ શંકરભાઈ તૈલી(રહે દત્તકૃપા સોસાયટી,વરેલી)તેમજ અશોકકુમાર રામચરિત્ર શાહ(રહે કૃષ્ણનગર કડોદરા)ની ધરપકડ કરી આવશ્યક ચીજવસ્તુ નિયમન ધારા તેમજ જોખમી રીતે રીફિલિંગ કરવા બાબતે ગુનો નોંધી ટેમ્પો સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ 3.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


