કામરેજના માંકણા ગામે આધેડ ઉપર કુહાડી વડે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

HM News
1 Min Read

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં માંકણા ગામે એક યુવાને ફળિયામાં રહેતા આધેડ ઉપર કુહાડી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.પુત્ર સાથે થયેલ ઝગડાની અદાવત રાખી યુવાને આધેડને માથામાં તેમજ ગાળાના ભાગે કુહાડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ તાલુકાનાં માંકણા ગામે નહેર ફળિયામાં રહેતા રમેશભાઈ વનમાળીભાઈ રાઠોડ કે જેઓ કામરેજ શુભમ મંડપ સર્વિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે.ગતરોજ તેઓ ઘરે હાજર હતા અને બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં સૂતા હતા તે સમયે ફળિયામાં જ રહેતો સુનિલ મોહનભાઈ રાઠોડ કુહાડી લઈ આવી રમેશભાઈને માથામાં તેમજ ગાળાના ભાગે કુહાડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી.બે દિવસ અગાઉ રમેશભાઈનો નાનો પુત્ર નિતિન અને સુનિલ વચ્ચે બોલાચાલી ઝગડો થયો હતો.જે વાતની અદાવત રાખી સુનિલે રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે ઇજાગ્રસ્ત રમેશભાઈના મોટા પુત્ર વિપુલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *