[weather_data]
Breaking News
TRENDING NEWS

કામરેજના વેલંજાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

[updated_date] [post_views]

Table of Content

બારડોલી : કામરેજ તાલુકાનાં વેલંજા ગામની સીમમાં વેલંજાથી શેખપુર જતાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ એક કારમાંથી સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડી કુલ રૂ. 70,710 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન એ.એસ.આઈ અજયભાઇ રામલાલ તથા પો.કો જગદીશભાઇ આબાજીભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી જે બાતમીના આધારે તેમણે વેલંજા ગામની સીમમાં વેલંજાથી શેખપુર જતાં રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ફોર્ડ ફીયેસ્ટા કાર નંબર જીજે-05-સીજે-3115 આવતા તેને અટકાવી હતી.અને કારમાં તપસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 173 નંગ બોટલ કિંમત રૂ. 29,100નો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે કાર ચાલક રાજેન્દ્ર નાનજીભાઈ ઇટાળીયા (રહે, વેલંજા ગામ, શ્યામવાટિકા સોસાયટી, મૂળ રહે, ખોંડાગામ, તા-ઉમરાળા, જી-ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ,કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ, 70,710 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles