બારડોલી : સુરત જિલ્લાના કામરેજ ખાતેના ભાદા ગામેં રહેતા એક પરણિત પુરુષની આંખ એક 24 વર્ષીય યુવતી સાથે મળી જતા પરણિત પુરુષ કુંવારો હોવાનું કહી યુવતી સાથે લગ્નની લાલચે સબંધ બાંધી ગર્ભવતી બનાવતા અને પ્રેમિકા સાથે લગ્ન નહિ કરતા પ્રેમીકએ કામરેજ પોલીસ મથકના ફરિયાદ આપી હતી
મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ કોલોનીમાં રહેતા શિવમભાઈ ફકીરભાઈ વસાવાનાઓ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે બે વર્ષ અગાઉ કડોદરા ખાતે રહેતી નિલમ(નામ બદલ્યું છે)નામની છોકરી સાથે તેનો પ્રેમ સબંધ પાગર્યો હતો શિવમ પરણિત હોવા છતાં નિલમને અંધારામાં રાખી પોતે અપરણિત હોવાનું કહી શિવમ અવારનવાર નીલમ સાથે લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધતો હતો જે દરમિયાન નિલમને ગર્ભ રહી જતા તેને શિવમને લગ્ન માટે દબાણ કર્યું હતું જે થી શિવમે નિલમને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે નિલમે ગર્ભપાત નહિ કરાવતા શિવમ અંગે તપાસ કરતા શિવમ પરણિત હોવાનું જાણવા મળ્યું હતુ નીલમની ડિલિવરી થતા એક બાળકને જન્મ આપ્યો હતો નીલમ સાથે શિવમે છેતરપીંડી કરતા નિલમે કામરેજ પોલીસ મથકમાં શનિવારના રોજ ફરિયાદ આપી હતી ઘટના અંગે કામરેજ પી.આઈ તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતુ


