સુરત જિલ્લાના ત્રણ પોલીસ મથકમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો કામરેજ તાલુકાના ખોલવડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે 3.39 કરોડ રૂપિયાના દારૂના જથ્થો નાશ કર્યો હતો.
કામરેજ હાઇવે ટોલનાકા નજીક વિજય હોટલની બાજુની ખુલ્લી જગ્યામા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.જિલ્લાના કામરેજ,કડોદરા અને પલસાણા પોલીસ મથક મળી 395 જેટલા ગુનામાં પકડાયેલ 2,35,084 દારૂની બોટલ કુલ મળી 3 કરોડ 39 લાખ 43 હજારના દારૂના જથ્થા પર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી અને વહીવટી તંત્રની દેખરેખમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું