કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમા એકલા હાથે આખી પેનલના તમામ ઉમેદવારોને વિજય બનાવનાર કિંગ મેકર અશ્વિન ભાઇદાસ પટેલની પ્રમુખ પદે અને ઓલપાડના તળપદા કોળી પટેલ સાંજના યુવાન સહકારી આગેવાન હેમંત પટેલની ઉપપ્રમુખ પડે સર્વસંમતીએ વરણી કરવામાં આવી હતી. કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના વ્યવસ્થાપક સભ્યો માટેની ચૂંટણી પક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. વિજેતા થયેલી પેનલના સારથી અશ્વિન પટેલે પ્રમુખપદ માટેના એકમાત્ર દાવેદાર હોવાથી ગુરૂવારે સવારે 10 કલાકે કામરેજ સુગર બોર્ડ રૂમ ખાતે પ્રથમ બેઠક મળી હતી,
જેમાં સંસ્થાના છટ્ઠા પ્રમુખ પદે અશ્વિન ભાઇદાસ પટેલ [દાઢી] ના નામની રણધીરસિંહ ચૌહાણએ દરખાસ્ત મુકતા કોસાડના ડિરેક્ટર હર્ષદભાઈ પટેલે ટેકો આપતા સર્વ સંમતીએ પ્રમુખ પદે વરણી કરી હતી.બાદ ઉપપ્રમુખ પદે ઓલપાડ તાલુકામાંથી ચુંટાયેલા સીનીયર ડિરેક્ટર સાથે જાતિવાદના સમીકરણોને ધ્યાને રાખીને પસંદગી કરવાનું નક્કી કરી તમામ ડિરેક્ટરોની સમતિએ શેરડીના તળપદા કોળી પટેલ સમાજના યુવાન સહકારી આગેવાન હેમંત પટેલની વરણી કરવાનું નક્કી થતા પીપોદરાના ડિરેક્ટર અફઝલખાન પઠાણ દ્વારા દરખાસ્ત કરાય હતી.પ્રકાશ દેસાઈએ ટેકો આપતા ઉપપ્રમુખ પદે હેમંત પટેલની નિર્વિઘ્ને વરણી થઈ હતી.કામરેજ સુગર માટે મોટું યોગદાન આપનાર વડીલ સહકારી આગેવાન નવીનકાકાના આશિર્વાદ લઈને હોદ્દા પર બિરાજમાન પ્રમુખ અશ્વિન પટેલ અને ઉપપ્રમુખ હેમંત પટેલ અને તમામ ડિરેક્ટરોએ સંસ્થાનો ખેડૂત લક્ષી હરણફાળ વિકાસ કરવા સાથે હર હંમેશ સહકારની ભાવનાથી કામગીરી કરવા વચન આપ્યું હતું.
રસાકસીભરી ચૂંટણી રહી હતી
ગત 19 તારીખ ના રોજ કામરેજ સુગર મિલની ચૂંટણી યોજાઈ હતી અને 20 તારીખે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.વર્તમાન પ્રમુખ જયેશ પટેલ અને સુરત જિલ્લાના સહકારી દીગજ્જ અને સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિન પટેલની પેનલ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ થયો હતો.
કારોબારીની બેઠકમાં પસંદગી કરાઈ
કામરેજ સુગરના પરિણામોમાં ભારે ઉલટફેર સર્જ્યો હતો અને 18 પેકીની 12 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો.જયારે બિનહરીફ થયેલી 5 પેકીના 4 બેઠકો પણ અશ્વિન પટેલને સમર્થન આપ્યું હતું.આજ રોજ જીતેલા ઉમેદવારોની કારોબારી મળી હતી અને પ્રમુખ,ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી.


