સુરત કુખ્યાત અશરફ નાગોરી સહિત તેની ગેંગના પાંચ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને 3ની ધરપકડ કરી છે.પાંચેય આરોપીઓ ભુતકાળમાં પાસામાં જેલ જઈ આવ્યા છે.પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અશરફ ઇસ્માઈલ નાગોરી, ફિરોઝ ઉર્ફ ગઝની મોહમદ ફરીદ અંસારી,આરીફ ઇસ્માઈલ નાગોરી,વસીમ મુસ્તુફા કુરેશી અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદ્દીન શેખ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે.
અશરફ નાગોરી વિરુદ્ધ ગંભીર પ્રકારના 123 ગુના નોંધાયા છે.ફિરોઝ વિરુદ્ધ બે, આરીફ નાગોરી વિરુદ્ધ બે,વસીમ મુસ્તુફા કુરેશી વિરુદ્ધ બે અને અબ્દુલ સમદ વિરુદ્ધ પાંચ ગુનાઓ છે.આરોપી આરીફ,વસીમ કુરેશી અને અબ્દુલ સમદની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી છે.આ તમામ આરોપીઓને ભુતકાળમાં પાસા હેઠળ જેલ ધકેલાયા હતા.હાલમાં અશરફ નાગોરી અને ફિરોઝ પકડવાનો બાકી છે.


