બારડોલી : સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અજિતસિંહ સુરમાની કાર ઘર નજીક પલટી મારી જતા તેમને સામાન્ય ઇજા પહોંચી હતી.હાલ તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે સમયે સોસાયટીમાં ઘર નજીક જ સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા તેમની કાર એક ઘરના દીવાલની સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક તેમને કારમાંથી બાહર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણ થતાં જ ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા.અજીતસિંહને સામાન્ય ઇજા જ પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


