આટકોટ,તા.૨૧
આટકોટના ખારચીયા ગામ પાસે આઈ-૨૦ કાર રોડ પરથી ફંગોળાઇ ૨૦૦ મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.૩૫)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરધાર ૧૦૮ની ટીમે મૃતકે પહેરેલા સોનાના ચેઇન સહિત ૧૪ લાખનું સોનુ પરિવારજનને પરત કરી પ્રામાણિકતા દેખાડી હતી.
૧૦૮ની ટીમે ૭૦૦ ગ્રામનો એક ચેઇન, સોનાની એક લકી, હાથની રીંગ અને કારની ચાવી સહિત ૧૪ લાખનું સોનું પરત કરી પ્રામાણિકતા દેખાડી હતી. અકસ્માત થયા બાદ ખારચીયાના રમેશભાઈ દોડી ગયા હતા. મૃતક ભદુભાઈ ધાધલ જસદણના ગંગા ભુવનમાં રહેતા હતા. તેઓ પરિવારમાં એક જ પુત્ર છે તેવું જાણવા મળ્યું છે. પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
કાર ૨૦૦ મીટર ફંગોળાઇ ખેતરમાં પડી, એકનું મોત નીપજ્યું

Leave a Comment