જેનો સોશ્યલ મીડિયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે‘કાલી’ફિલ્મના પોસ્ટરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ડિરેક્ટર લીના મણિમેકલાઇએ વધુ એક ટ્વીટ કરીને નવો વિવાદ જગાવ્યો છે,જેમાં કોઈ નાટકમાં ભગવાન શિવ અને પાર્વતી માતાની ભૂમિકા કરી રહેલાં ઍક્ટર્સને સ્મોકિંગ કરતાં બતાવવામાં આવ્યાં છે,જેનો સોશ્યલ મીડિયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે.બીજેપીના નેતા શહજાદ પૂનાવાલાએ એના વિશે કહ્યું હતું કે‘આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી.એ ઇરાદાપૂર્વક ઉશ્કેરણીનો મામલો છે.લીનાની હિંમત એટલા માટે વધી રહી છે કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ,કૉન્ગ્રેસ અને ટીએમસી તેને સપોર્ટ કરી રહી છે.’તાજેતરમાં લીના મણિમેકલાઇની ફિલ્મ‘કાલી’ના પોસ્ટરનો વિવાદ થયો હતો,જેમાં મા કાલીને સિગારેટ પીતાં દર્શાવવામાં આવ્યાં હતાં.આ વિવાદ બાદ ટ્વિટરે પ્રોડ્યુસર-ડિરેક્ટર લીના મણિમેકલાઇની પોસ્ટને હટાવી દીધી હતી