કર્ણાટકના કોપ્પલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.કોપ્પલના મિયાપુરા ગામના રહેવાસી એક દલિત પરિવારનું બાલક 4 દિવસ પહેલા પોતાના જન્મદિવસે મંદિરમાં ગયું હતું.આ વાતથી નારાજ ગામના ઉંચ્ચ જાતિના લોકો નારાજ થઈ ગયા હતા અને તેના પિતા પાસેથી 25 હજાર રૂપિયાનો દંડ અને 10,000 મંદિર ધોવા માટે આપવા કહ્યુ હતું.આ ઘટનાની જાણ થતાં મજિસ્ટ્રેટ સિદ્દેશે કહ્યુ કે, આ ઘટના બાદ ગામના વૃદ્ધ લોકોએ બાજી સંભાળી લીધી અને માફી માગવા લાગ્યા હતા,સાથે જ કહ્યુ કે, આવી ભૂલ હવે નહીં થાય.
હકીકતમાં જોઈએ તો, દલિત વ્યક્તિનો 4 વર્ષનો દિકરો છે.તો પોતાના જન્મદિવસે હનુમાન મંદિરે ગયો હતો. આ મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધેલો છે.ત્યારે આવા સમયે તેના પિતા મંદિરની બહારથી જ દર્શન કરતા હતા.પણ દિકરો મંદિરમાં દોડી ગયો હતો. આ ઘટના 4 સપ્ટેમ્બરની કહેવાય છે.
બાળક જેવુ મંદિરમાં પ્રવેશ કર્યું કે, ત્યાર બાદ ઉંચ્ચ જાતિના લોકોએ મંદિરને અપવિત્ર માની લીધું.ત્યાર બાદ 11 સપ્ટેમ્બરે આ સંબંધમાં મોટી બેઠક બોલાવી. દલિત પરિવારને 25,000નો દંડ લગાવ્યો અને 10,000 રૂપિયા મંદિર સફાઈ માટે માગ્યા.
જિલ્લા પ્રશાસને સૂઝબૂઝ વાપરી અધિકારીઓને ગામમાં મોકલ્યા.ત્યાર બાદ અધિકારીઓ દલિત પરિવાર પર દંડ ફટકારવા બદલ ઉંચ્ચ જાતિના લોકોને બરાબરના લઈ લીધા.સાથે ભવિષ્યમાં જો આવુ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરશે,તેવી પણ ચેતવણી આપી છે.એસપીએ પણ આ વિસ્તારની બાદમાં મુલાકાત લીધી હતી.

