ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે.ભાજપ પોતાના મિશનમાં લાગી ગયું છે.એટલે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ બુધવારે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના ડે.CM નીતિન પટેલ સાથે બેઠક કરી છે.ત્યારબાદ અલગ અલગ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા.
આજે સવારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું ધરી દીધું હોવાના સૂત્રો જણાવી રહ્યા છે.અક્ષય પટેલ છેલ્લા થોડા સમયથી કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાની માહિતી મળી રહી છે.રાજીનામું મળ્યાના સમાચાર આવ્યા બાદ અક્ષય પટેલે તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
એટલું જ નહીં અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ ચાર જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે.આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી,ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.આ તમામ વાતો અને અટકળો વચ્ચે કોંગ્રેસના વિપક્ષના નેતાએ ટ્વિટર પર એક ટ્વિટ કરીને આડકતરી રીતે ભાજપ પર પ્રહારો કર્યા છે.
ધારાસભ્યોને ખરીદવાની દુકાન..? #ગુજરાત_બચાવો_અભિયાન
વિપક્ષના નેતા પરેશ ધાનાણીની એક ટ્વિટ પોસ્ટ કરી છે, જેમાં જાણે આડકતરી રીતે કોંગ્રેસ તૂટી રહી હોય તેનો ઈશારો કર્યો છે.હવે અક્ષર પટેલના ગુમ થયા અને રાજીનામા આપી દીધા હોવાના અહેવાલો વચ્ચે ધાનાણીની આ ટ્વિટ અનેક સવાલો ઉભો કરી રહ્યું છે.કરજણના ધારાસભ્યના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે,ધમણની કમાણીથી હવે ધારાસભ્યોને ખરીદવાની દુકાન શરૂ કરી દેવામાં આવી છે.


