કાશીમાં હોળીની ઉજવણીની શરૂઆત થઈ છે.ભક્તો અહીં બાબા સાથે હોળી રમી રહ્યા છે.એક દિવસ પહેલા શિવભક્તો બાબા સાથે હોળી રમતા હતા,ત્યારબાદ બીજા દિવસે મહાદેવના ભક્તો એના ચાહનારાઓ વચ્ચે સ્મશાનમાં ભસ્મ હોળી રમે હતી.તેને મસાને ની હોળી કહેવામાં આવે છે.
ડમરુનું ડમ-ડમ,ઘંટ અને શંખની મંગળઘ્વનીના અવાજ સાથે ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે સ્મશાન ઘાટ ગુંજતો કર્યો.કાશીના મહાસ્મશાન પર યોજાનારી આ અનોખી હોળી પહેલા બાબા મશાનનાથની વિશેષ પૂજા અને આરતી થાય તે પછી હોળીમાં આખું સ્મશાન આનંદથી ભરાઈ જાય છે.
ભોલેનાથની નગરી કાશી આખી દુનિયામાં અનોખી છે.અહીંની પરંપરાઓ જુદી અને વિશિષ્ટ છે.આખી દુનિયાના સ્મશાન ઘાટ પર માતમ પ્રસરેલું હોય છે.જયારે કાશીના મહાસ્મશાન ઘાટ પર માતમ વચ્ચે પણ ચિતાની રાખથી હોળી રમાય છે.કાશીના મહાસ્મશાન ઘાટ પર એવી માન્યતા છે કે,મસાનેની હોળીમાં બાબા વિશ્વનાથ દિગમ્બર રૂપમાં તેમના ભક્તો સાથે હોળી રમે છે.રંગભરી એકદાશીના એક દિવસ પેલા એટલે ગુરુવારએ કાશીના મહાસ્મ્શાન મણિકર્ણિકા ઘાટ પર શિવના અડમભંગી ભક્તો ચિતાની રાખ સાથે અબીલ ગુલાલથી અનોખી હોળી રમે છે.કાશીના મહાસ્મશાન ઘાટ પર રમાતી હોળીમાં અગ્નિ સંસ્કાર માટે આવેલા લોકો માતમ ભૂલી મસ્તીમાં ડૂબી જાય છે.
આવી પરંપરા છે
માન્યતાઓ અનુસાર, રંગભારી એકાદશી પર ગૌરા વિદાય પછી બાબા વિશ્વનાથ કાશીના મહાસ્મ્શાન ઘાટ પર તેના બારાતીઓ સાથે હોળી રમવા આવે છે.ગુલશન કપૂરે જણાવ્યું હતું કે કાશીમાં એવી માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથ દેવી પાર્વતી પાસે વિદાય કરીને તેમના ધામ જાય છે,જે કાશીવાસી પર્વ તરીકે ઉજવાય છે અને આ રંગનો તહેવાર છે જે હોળીની શરૂઆતમાં મનવામાં આવે છે.દેવી,દેવતા,યક્ષ,ગંધર્વ,માણસ આ ઉત્સવમાં ભાગ લેઇ છે.જે ભાગ નથી લેતા તે બાબાના પ્રિય ગન ભૂત,પિશાચ,દર્શન,અદ્રશ્ય શક્તિઓ છે જેને બાબાએ મનુષ્યમાં જતા અટકાવ્યું છે.દરેકના બેડો પાર કરનાર શિવ શંભુ તે બધાની સાથે ચિતા ભસ્મની હોળી રમવા માટે આવે છે.
હરિશ્ચંદ્ર ઘાટ પર પણ હોળી રમે છે
મણિકર્ણિકા ઘાટ ઉપરાંત વારાણસીના સ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ ખાતે ભસ્મની હોળીનું પણ આયોજન કરવામાં આવે છે.અહીં રંગભરી એકાદશીના દિવસે ભસ્મની હોળી રમવામાં આવે છે.બંને ઘાટનો હોળીનો અદભૂત નજારો માણવા લાયક છે.તેને જોવા માટે લોકો દૂર-દૂરથી કાશી આવે છે.