- શ્રમિકોની સાથે બેસીને PM મોદીએ ફોટો પણ પડાવ્યો હતો
આજે વડાપ્રધાન મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું હતું.આ પેહલા ત્યાં એક નવો જ નજારો જોવા મળ્યો હતો.મોદી અચાનક કોરિડોરના નિર્માણ કરનારા શ્રમિકોને મળવા પહોંચી ગયા હતા. શ્રમિકોની સંખ્યા 50થી વધુ હતી.બધા જ શ્રમિકો પરિસરની સીઢીઓ પર બેઠા હતા.વડાપ્રધાન ત્યાં પહોંચ્યા અને લગભગ 10 મિનિટ સુધી તેમના ઉપર પુષ્પવર્ષા કરી હતી.PMપણ તેમની સાથે સીઢી પર બેસી ગયા હતા
કાશી મંદિરના વિશ્વકર્મા વચ્ચે મોદી : PMએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો, 10 મિનિટ સુધી તેમના ઉપર પુષ્પવર્ષા કરી, મોદીએ શ્રમિકોની સાથે બેસીને ભોજન પણ કર્યું
Leave a Comment

