મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૦ લાખથી વધુ : યુરોપનો જ મૃત્યુઆંક ૮૧૦૦૦ : અમેરિકામાં મરનારાની સંખ્યા ૨૬૦૦૦ : બ્રિટનમાં વધુ ૭૭૮ના મોત : મૃત્યુઆંક ૧૨૧૦૭ પહોંચ્યો : ઈરાનમાં મૃત્યુ ઘટવા લાગ્યા
નવી દિલ્હી, તા. ૧૫ : વિશ્વભરમાં કોરોના વાયરસના કહેરથી મરનારા લોકોની સંખ્યા આજે વધીને ૧ લાખ ૨૬ હજાર થઈ છે.યુરોપમાં સૌથી વધુ ૮૧૦૦૦ના મોત થયા છે,જ્યારે મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૦ લાખ ઉપર થઈ છે.કિલર વાયરસથી અમેરિકામાં કુલ ૨૬૦૦૦ના મોત થયા છે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા ૬ લાખ ૧૩ હજાર થઈ છે.ન્યુયોર્કમાં ૧૦૮૩૪ના મોત થયા છે અને ૨ લાખથી વધુ સંક્રમિત છે.ન્યુયોર્ક બાદ સૌથી વધુ કેસ ન્યુજર્સીમાંથી છે.અહીં ૨૮૦૫ લોકોના મોત થયા છે.બ્રિટનમાં પણ કોરોનાએ કાળોકેર મચાવ્યો છે.ગઈકાલે ૭૭૮ લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક ૧૨૧૦૭ થયો છે,ત્યાં સંક્રમિત લોકો ૯૪૦૦૦ થયા છે.સ્વીડનમાં મૃતકોની સંખ્યા ૧૦૦૦થી વધુની થઈ છે.સ્પેનમાં ૧૮૨૫૫, ઈટાલીમાં ૨૧૦૬૭ અને ફ્રાન્સમાં ૧૫૭૨૯ના મોત થયા છે.ઈરાનમાં હવે મૃત્યુઆંક ઘટી રહ્યો છે.૨૪ કલાકમાં ૯૮ લોકોના મોત થયા છે.ઈરાનમાં ૭૪૮૭૭ કુલ દર્દીઓ છે.