– કોણ રચી રહ્યું છે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર? એનઆઈએએ ગૃહ મંત્રાલયને આપી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હત્યા કરવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે.રાષ્ટ્ર્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે.જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.આ મેઈલ મળતા જ ખળભળાટ મચી ગયો છે.
આ ઈમેઈલમાં ફકત ૩ શબ્દોનો ઉપયોગ થયો છે અને લખાયું છે કે કિલ નરેન્દ્ર મોદી.મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને એનઆઈએએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે.પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી છે.ત્યારબાદ ગૃહ મંત્રાલયે એસપીજીને આ જાણકારી આપી છે.એસપીજી પર પીએમની સુરક્ષાની જવાબદારી હોય છે.
અત્રે જણાવવાનું કે હાલ ઈમેઈલના કન્ટેન્ટની તપાસ શ કરી દેવાઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ એનઆઈએએ એક પત્ર લખીને પીએમ મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે.
રાષ્ટ્ર્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે એનઆઈએને એક ઇમેઇલ આઈડી મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે.ઇમેઇલમાં રહેલા કન્ટેન્ટ તેની પુષ્ટ્રી કરે છે.અત્રે જણાવવાનું કે એનઆઈએએ પોતાના પત્ર સાથે ઇમેઇલની કોપી પણ જોડી છે.ગૃહ મંત્રાલયને એનઆઈએએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.
અત્રે જણાવવાનું કે આ મેઈલ ગત ૮ ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો.જેનાથી પ્રધાનમંત્રીના જીવન પર સીધુ જોશમ હોવાની વાત સામે આવી છે.જેને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ જોખમ જોતા પીએમની સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે.
રિપોર્ટ મુજબ આ કેસમાં એનઆઈએએ પોતાના તરફથી કોઈ પણ પ્રકારની તપાસ કરી નથી.નોંધનીય છે કે એનઆઈએઅનેક પ્રમુખ સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે.જેમાં રો,ગુચર એજન્સી (આઈબી), ડિફેન્સ ઈન્ટેલિજન્સના પ્રતિનિધિ સામેલ છે.આ ખુલાસો એવા સમયે થયો છે કે યારે પીએમ મોદી પ્રત્યે નફરતની રણનીતિને પ્રોત્સાહન આપતા દુષ્પ્રચાર થઈ રહ્યો છે.આ ખુલાસા બાદ બહારના તત્વો અને આતંકી ગતિવિધિઓ વિદ્ધ ચોક્કસાઈ વધારી દેવાઈ છે અને સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર છે.