બારડોલી : સુરત જિલ્લાની કીમ વિવાદિત બંધ રેલ્વે ફાટક હંગામી ધોરણે ફરી ટુ વ્હીલ મોટર ચાલકો માટે ખોલી દેવામાં આવી.આંદોલન કારી યુવાનો ગ્રામજનોનો રોષ સામે આવતા ચીમકી અને આવેદન બાદ જે નેતાઓ સાથ સહકારથી અળગા રહેતા તે આજે ફાટક ખોલવાનો જસ લેવા દોડી આવ્યા હતા.એક નાનકડી ફાટક ખોલવા રાજ્ય ના મંત્રીએ સ્થળ પર પહોંચવું પડે તે સમસ્યા કેટલી મોટી અને લોકોને કેરલી અસર કરતી હશે તે આના પરથી ફલિત થાય છે.
ઓલપાડ નું કીમ રેલ્વે ફાટક હર હમેશ વિવાદ માં રહેતી હોય છે.ક્યાં ઓવરબ્રિજ ની કામગીરી ને લઈ ને તો ક્યાંક ટ્રાફિક ના ભારણ ને લઈ ને.જોકે આ વિવાદ ક્યારે સમસે તો નક્કી નથી.રેલ્વે ઓવરબ્રિજ ની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે.હજી પણ કામ અધૂરું છે.છેલ્લા પાંચ મહીનાથી કીમ ગામની રેલ્વે ફાટક તમામ પ્રકાર વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવી હતી.અને તમામ ટ્રાફિક ને ઉબદ ખાબદ વનવે લાંબા અંતર ના ખેતરાડી માર્ગ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો.તંત્ર દ્વારા આપવામાં આવશે ડાઇવઝન માર્ગ સ્થાનિકો માત્ર માથાના દુખાવા સમાન બન્યો હતો.માર્ગ ઉબદ ખાબદ અને વન વે અને લાંબા અંતર નો હોવાથી સમય તેમજ ઇંધણ નો વ્યવ થઈ રહ્યો હતો.અંતે ગ્રામજનોની વ્યાપક માંગ અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.આજ ઓવરબ્રિજ ના મુદ્દે કીમ ગામમાં પરિવર્તન માટે ચૂંટણી ટાણે ઓવરબ્રિજનો મુદ્દો ઉચકયો હતો.પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલ્વે ઓવરબ્રિજ અને ફાટક મુદ્દે કોઈ નક્કર નિરાકરણ ન આવતા કીમ ગામના જાગૃત યુવાનો દ્વારા આંદોલનની ચીમકી આપી હતી.જેના શ્રીગણેશ કરતા યુવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઇ આવેદન પત્ર પાઠવ્યુ હતું.જે આવેદન પત્રમાં ગામના એક બે ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય સિવાય કોઈ સરપંચ, તાલુકા કે જિલ્લા પંચાયત સભ્ય કે આગેવાનો કે ચૂંટાયેલા સભ્ય દેખાયા ન હતા.પંરતુ આજે ફાટક ખુલ્લી મુકવાના પ્રસંગ સ્થાનિક કહેવાતા નેતાઓની સાથે સાથે છેક ગાંધીનગર થી મંત્રી રેલ્વે ફાટક ને લીલીઝંડી આપવા કીમ ગામે દોડી આવ્યા હતા.જે કીમ ગામે ચર્ચાનો વિષય બન્યો હતો.
ફાટક જેટલા સમય બંધ રહી તે સમય દરમ્યાન શુ કામગીરી થઈ તેની તંત્રએ સમીક્ષા કરવી જરૂરી.
આશરે કીમ રેલ્વે ફાટક પાંચ મહિના જેટલા સમયગાળા થી બંધ કરી દેવામાં આવી હતી.આ સમય દરમ્યાન ગામના તેમજ આસપાસ ના હજારો લોકોએ ફાટક બંધ હોવાના કારણે હાલાકી ભોગવી.પરંતુ જે તંત્ર દ્વારા ફાટક બંધ રાખી તે સમય દરમ્યાન શુ કામગીરી કરવામાં આવી તેની સમીક્ષા તંત્રે કરવી જરૂરી છે.
કીમ ફાટક ખોલવા માટે ગાંધીનગરના મંત્રી આવી પહોંચ્યા.
કીમ ગામના જાગૃત નાગરિકો વખત વખત ગ્રામ્ય લેવલ થી લઈ રાજ્ય અને કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવી હતી.પરંતું તેનું નિરાકરણ ન આવી રહ્યું હતું.છેવટે કીમ ના જાગૃત યુવાનો દ્વારા આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી.અને યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યા હતું અને ગ્રામજનોનો છૂપો રોષ સામે આવી રહ્યો હતો.જે બાદ હવે ફાટક ખોલવા અંગે નિર્ણય કરવામાં આવતા ફાટક ખોલવા માટે છેક ગાંધીનગર થી રાજ્યના ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલ કીમ ગામે દોડી આવ્યા હતા.જે ચર્ચા નો વિષય બન્યો હતો.જોકે મહત્વ નું છે કે આ ફાટક કેટલા સમય સુધી ખુલ્લી રહે છે તે પણ એક પ્રશ્ન છે કારણે છે કે ઓવરબ્રિજ ને લગતું રેલ્વે પોસન વિસ્તારનું ઘણું કામ અધૂરું છે.
જસ ખાતવા નેતાઓની પડાપડી જોવા મળી.
કીમ ગામના યુવાનો સળગતા પ્રશ્નને લઈ આંદોલન તરફ જઈ રહ્યા હતા.અને એક તબક્કે તેની શરૂઆત પણ કરી દેવાઈ હતી.જોકે ત્યારે એક બે ગ્રામ પંચાયત ના સભ્ય ને છોડી કોઈ જાહેર માં દેખાયા ન હતા.ત્યારે આજ પ્રશ્ન વધુ ઉગ્ર ન બને તે માટે ફાટક ખોલવાના નિર્ણય ની કરવામાં આવ્યો.ત્યારે તકસાધુ જસખાતું નેતાઓએ સોસીયલ મીડિયા માં ભારે ઓપાહો મચાવી દીધો હતો.અને જસખાતટા ફોટા પાડવા માટે પડાપડી કરી મૂકી હતી.
આંદોલનકારી યુવાનોનું સન્માન પછી તેઓને કહી સંભળાવ્યું
કીમ ફાટક ટુ વ્હિલ માટે ખુલ્લી મુકવાનો પ્રસંગ હતો.મંત્રી સહિત તાલુકાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આંદોલન સાથે જોડાયેલા યુવાઓનું પહેલા સન્માન કરાયું ત્યારબાદ એક ભાજપ ના નેતાએ જાહેર મંચ પરથી આંદોલનકારી ઓને કહી સંભળાવ્યું કે ‘આંદોલનન કરવા નીકળી પડ્યા હતા.પરંતુ આવુ કામ ભાજપ ની સરકાર માજ શક્ય બને છે.અને આજે એજ થઈ રહ્યું છે.આમ એક તરફ સન્માન બીજી તરફ સાંભળવાની નીતિ થી યુવાનો નિરાશ થયા હતા.