જસદણ : આજ જ્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થવા જઇ રહી છે.ત્યારે અનેક નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.જ્યારે એવા પણ અનેક નેતાઓ છે જેમને ફોન નથી આવ્યા,તેમને પડતા મૂકાયા છે જેના કારણે તેમના કાર્યકરો અને તેમના વિસ્તારની પ્રજામાં દુખની લાગણી છવાઇ છે.રૂપાણી સરકારના પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને નવા કેબિનેટમાં સ્થાન ન અપાતા કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે.આ સાથે વીંછીંયા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
વીંછીંયા બંધ રહ્યુ
આજે કોળી સમાજ દ્વારા વીંછીંયા બંધનું એલાન આપીને કુંવરજી બાવળિયાને સમર્થન કરવામાં આવી રહ્યુ છે.કોળીસમાજમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.વીંછીંયા બંધનું એલાન આપતા જણાવાયુ હતું કે, કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં નહીં આવે તો કુંવરજીના સમર્થનમાં વીંછીંયા ગામના તમામ નાના મોટા ધંધાર્થી તેમજ તમામ સમાજ ધંધા રોજગાર બંધ રાખશે.
‘પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે માન્ય છે’
આ સામે રાજકોટ પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે.ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઇશું.નો રિપીટ થિયરીને અમે આવકારી રહ્યા છીએ.નો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ.કાંઇ ખોટા દેખાવો કે કાંજ ન કરીએ તેવી વિનંતી છે.


