કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાહત આપી. 1998ના એક ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે.કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખી.પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં ગુનો નોંધાયો હતો.