અમદાવાદ,મંગળવાર : કુબેનગરમાં ધંધાની હરિફાઇમાં માર મારી થઇ હતી જેમાં લારી વાળાઓ વચ્ચે મારા મારી થઇ હતી જેથી ઉશ્કેરાઇને યુવક ઉપર ચાકુથી હુમલો કર્યો હતો, ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે.આ બનાવ અંગે સરદારનગર પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે કુબેનગરમાં રહેતા ગીરીશભાઇ ધર્માભાઇ દેવાનાણીએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં કુબેનગર આઇ.ટી.આઇ રોડની બાજુમાં રાધા સ્વામી સોેસાયટીમાં રહેતા કમલભાઇ તુલસીભાઇ દેવાનાણી સામે ફરિયાદ નોધાવી છે કે બન્ને વ્યકિત કુબેનગર મટન માર્કેટ ખાતે બાજુ બાજુમાં મીટ વેચવાનો વ્યવસાય કરે છે.
છેલ્લા કેટલાક સમયથી ધંધાની હરિફાઇના કારણે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી. સોમવારે રાતે ધરાકી વધારે હતી આ સમયે ધંધા બાબતે બન્ને વચ્ચે તકરાર થઇ હતી અને મારા મારી થતાં ઉશ્કેરાઇને કમલભાઇએ ગીરીશભાઇ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવના પગલે ગઇકાલે મોડી રાતે કુબેનગરમાં દોડધામ મચી જવા પામી હતી.સરદાનગર પોલીસે આરોપી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.