સુરત,તા.૨૧
ગુજરાત રાજ્યના અડીને આવેલા નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના વર્ધે ટેંભે ગામડામાં કૂતરાનો શિકાર કરવા માટે દિપડો દોડી રહ્યો હતો. દરમિયાન ખાલી કૂવામાં કૂતરા સાથે દીપડો પડયો પડી ગયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા બંનેને સહીસલામત બહાર કાઢયા હતા.
ચમત્કારી ઘટના બની હતી કે, કૂવામાં કુતરાનો દીપડાએ શિકાર ન કરી બે ખુણામાં બેસી રહ્યા હતા. ત્યારબાદ બન્નેને સુરક્ષિત રીતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને જોવા માટે આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા અને મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. એક ચમત્કારી ઘટના બનતા લોકોમાં આશ્રર્યમાં પડી ગયા હતા.
કૂતરો અને દીપડો ખાલી કૂવામાં પડયા… ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢયા
Leave a Comment