By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી
GeneralMumbai

કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી

HM News
Last updated: 15/06/2022 6:31 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈ મહાનગર પાલિકાની કૂપર હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.એક તાલીમાર્થી ડોક્ટરે ખોટું ઇન્જેક્શન આપતા ૫૮ વર્ષીય મહિલાએ દ્રષ્ટિ ગુમાવી દીધી છે.મહિલાના પુત્રના આરોપ બાદ જુહુ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.અંધેરી (પૂર્વ)માં સહારગાવની રહેવાસી રમીલા વાઘેલાને થોડા દિવસથી મોતિયાની બીમારી હતી.મોતિયાના ઓપરેશન માટે તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જોકે મહિલાના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે ઓપરેશન દરમિયાન હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર દ્વારા આપવામાં આવેલા ખોટા ઇન્જેક્શન અને દવાને કારણે રમીલાએ તેની દ્રષ્ટિ ગુમાવી હતી.

આ બનાવની જાણ થતા શિવસેનાના નેતાએ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે.સંબંધિત દોષી ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગણી તેમણે પોલીસ પાસે કરી હતી.આ ઘટના બાદ મહિલાના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.મહિલાને આપવામાં આવેલા ઇન્જેક્શનના નમૂના જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.હોસ્પિટલ આ પ્રકરણની તપાસ કરી રહી છે. બેદરકારીનો આરોપ કરીને મહિલાના કુટુંબે પોલીસમાં ફરિયાદ કરી છે.

મહારાષ્ટ્ર: શિવસેનાના MLAનું દુબઈમાં હાર્ટએટેકથી નિધન
કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન, કૃષિ વિભાગે પાક નુકસાન સર્વેના આદેશ કર્યા
વઘઇ ખાતે સમુહ લગ્નમાં ૨૨૧ આદિવાસી યુગલોએ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલા માંડ્યા
રાજ્યસભામાં ગુજરામાંથી કોણ જશે ? આ રહ્યા સંભવિત ઉમેદવારોના નામ ..
પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ
Share This Article
Facebook Email Print
Previous Article ચાલુ વર્ષે 8000 સુપર રિચ ભારતીયો દેશ છોડશે
Next Article પુણે લશ્કર એ તોઈબા કેસમાં કાશ્મીરથી ચોથો યુવક ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up