અમદાવાદ : મંગળવાર : નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે એક સોસાયટીમાં ઇલકટ્રીકની કામગીરી કરી રહેલા યુવકનું કરંટ લાગતા મોત થયું હતું.આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઇલેકટ્રીક ફિટીંગની કામગીરી દરમિયાન અચારક કરંટ લાગ્યો હતો ઃ સિવિલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત આ કેસની વિગત એવી છે કે નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં સરગમ પાર્ક પાસે હરિકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇલેકટ્રીકની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જયંતિલાલ પન્નાલાલ મોદી(ઉ.વ.૩૩)તા.૧૯ના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં સૈજપુર બોઘા ખાતે પ્રિયા સિનેમા પાસે જય આનંદ સોસાયટીમાં મકાન નંબર-૬માં લાઇટ ફિટીંગની કામગીરી કરી રહ્યા હતા.દરમિયાન સાંજે ૫.૩૦ વાગે અચાનક વિજ કરંટ લાગ્યો હતો જેથી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન સાંજે ૬.૪૫ વાગે તેમનું મોત થયું હતું.આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


