કૃષ્ણ જન્માષ્ટમીની બરાબર પહેલા સૂર્યનું પોતાની રાશિમાં સંક્રમણ, કઈ રાશિના જાતકોને લાભ કોને રહેવું પડશે સાવચેત ?

HM News
3 Min Read

કૃષ્ણ જન્માષ્ટમીની બરાબર પહેલા,સૂર્યનું પોતાની રાશિમાં સંક્રમણ કરે છે.તેનાથી દરેક રાશિના જાતકોને પ્રભાવ પડી શકે છે.જાણકારો કહે છે આ સંક્રમણની અસર એક મહિના સુધી રહી શકે છે.

આ રાશિના જાતકો રહેશે ભાગ્યશાળી

મેષ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 1 દિવસ પહેલા થતું સૂર્યનું આ સંક્રમણ મેષ રાશિના લોકોના જીવન પર ખૂબ જ શુભ અસર કરશે.આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી મજબુત થઈ જશે,જેના કારણે તમે ધન પણ એકઠા કરી શકશો.તમારું વૈવાહિક જીવન મધુર રહેશે,ભાગ્ય તમારો સાથ આપશે,સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ આ સમય દરમિયાન સારું રહેશે.

કર્ક : આ સિવાય સૂર્યનું આ મહત્વપૂર્ણ સંક્રમણ પણ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે.આ દરમિયાન તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે અને સફળ થશે.નોકરી શોધનારાઓને ટ્રાન્સફર મળી શકે છે.આ સિવાય વેપારી લોકોને સારો નફો મળશે, નસીબ દરેક સમયે તમારા પક્ષમાં જોવા મળશે,સાથે જ આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સિંહ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરના માત્ર 1 દિવસ પહેલા થતા આ સૂર્ય સંક્રમણની શુભ અસર સિંહ રાશિના લોકો પર પણ જોવા મળશે.આ સમય દરમિયાન નોકરીયાત લોકોને સફળતા મળશે, તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ સારા સમાચાર મળશે.વેપારી લોકોને આર્થિક લાભ થશે.

તુલા : સૂર્યનું આ મહત્વપૂર્ણ સંક્રમણ તુલા રાશિ માટે પણ ખૂબ જ વિશેષ રહેવાનું છે.આ સમય દરમિયાન, વ્યવસાયિક લોકોને થોડો મોટો નફો મળી શકે છે.આ સિવાય તમે બિઝનેસના સંબંધમાં પ્રવાસ પર જઈ શકો છો અને આ સફર તમારા વ્યવસાયને નવી દિશા અને પ્રગતિ આપશે.સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય ઘણો અનુકૂળ રહેશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.નોકરિયાત લોકો પણ પ્રમોશન અને પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે.

સૂર્ય સંક્રમણની અન્ય રાશિઓ પર કેવી અસર પડશે?

વૃષભ રાશિફળ : કાર્યમાં થોડી અડચણો આવી શકે છે.તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

મિથુન : ધનહાનિ થવાની પ્રબળ સંભાવના છે.તમને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.

કન્યા : તમને આ સમયગાળા દરમિયાન ઉડાઉપણું ટાળવાની સલાહ આપવામાં આવે છે.તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં તરત જ ડૉક્ટરની સલાહ લો.

વૃશ્ચિક : વૈવૈહિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.આ સાથે માનસિક તણાવ રહેવાની પણ પ્રબળ સંભાવના છે.

ધનુ : તમારે આ સમયગાળામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.ઉપરાંત, સ્વાસ્થ્ય પક્ષ કેટલીક સમસ્યાઓ આપી શકે છે.

મકર : આર્થિક નુકસાન થવાની પ્રબળ શક્યતા છે.ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને તમારા ગુસ્સા અને વાણીનું વિશેષ ધ્યાન રાખવુ હિતાવહ રહેશે.

કુંભ : પૈસાની લેવડ-દેવડના મામલામાં ખૂબ સાવધાની રાખો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પારિવારિક જીવનમાં સુમેળથી ચાલવાનો પ્રયાસ કરો.

મીન : પરિવારમાં થોડો મતભેદ થવાની સંભાવના છે, જીવનસાથી સાથે અણબનાવ પણ થઈ શકે છે.સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *