કેએલ રાહુલે સર્જરી બાદ શેર કરી તસ્વીરો, જર્મનીથી ફેન્સને આપી રિકવરી અપડેટ

HM News
2 Min Read

નવી દિલ્હી : તા.30 જૂન 2022,ગુરૂવાર : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલની જર્મનીમાં સર્જરી(KL Rahul Surgery)સફળ રહી છે.તેમણે ખુદ ગુરૂવારે આ વિશે જાણકારી આપી હતી.30 વર્ષીય રાહુલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે.તે એક બેડ પર બેઠેલો નજર આવી રહ્યો છે અને તેણે સફેદ ટી શર્ટ પહેરેલી છે.કેએલ રાહુલની આ પોસ્ટ પ્રમાણે તેની સર્જરી સફળ રહી છે.અને તે રીકવર થઈ રહ્યો છે.રાહુલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે,મારા માટે થોડા અઠવાડિયા તકલીફજનક રહ્યા હતા પરંતુ સર્જરી સફળ રહી.

આ પોસ્ટ પર હાર્દિક પંડ્યા,સૂર્યકુમાર યાદવ,રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સહિત અનેક લોકોએ કોમેન્ટ કરી છે,હાર્દિકે તેના પર હાર્ટ વાળું ઈમોજી શેર કર્યું છે.બીજી તરફ સૂર્યકુમારે લખ્યું કે,ઝડપથી રિકવર થાવ.રિતિકાએ બોડી બિલ્ડિંગ વાળું ઈમોજી શેર કર્યું છે.તમને જણાવી દઈએ કે,રાહુલ દક્ષિણ આફ્રિકાની સામે T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા તૈયાર હતા પરંતુ તે પહેલા જ તે ગ્રોઈન ઈન્જરીનો શિકર બની ગયો હતો.આ કારણે તેને સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતું.ત્યારબાદ આયર્લેન્ડ સામેની સિરીઝનો પણ તે હિસ્સો ન હોતો બની શક્યો.દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી.બીજી તરફ આયર્લેન્ડ સામે 2 મેચોની T20 સિરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશી સોંપવામાં આવી હતી.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 2-2 થી બરાબર રહી હતી.આ સાથે જ આયર્લેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *