નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રથમ વખત 700 ટનથી વધુ ઓક્સિજન દિલ્હીને આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ સાથે જ સીએમ કેજરીવીલે જણાવ્યું કે દિલ્હીને આટલો ઓક્સિજન દૈનિક ધોરણ આપવામાં આવે.સુપ્રીમ કોર્ટમાં પણ દિલ્હી સરકારે તેમને 700 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.ત્યારબાદ કેજરીવાલે લખેલો પત્ર હવે માધ્યમોમાં સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ઓક્સિજન સંકટ પર સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું કે, દિલ્હીનમાં પ્રતિદિન 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે, અમે સતત કેન્દ્ર સરકારને પ્રાર્થના કરઈએ છે કે આટલો ઓક્સિજનનો જથ્થો અમને આપવામાં આવે.ગઈકાલે દિલ્હી સરકારે પ્રથમ વખત 730 ટન ઓક્સિજન પુરો પાડ્યો હતો.હું દિલ્હીની પ્રજા વતી દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું.દૈનિક ધોરણે આટલો ઓક્સિજન અમને પુરો પાડવામાં આવે તેવી કેન્દ્રને વિનંતી છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રે જણાવ્યું કે દિલ્હીની 50થી વધુ મોટી હોસ્પિટલમાં સર્વે કરાયો છે, જેમાં જણાયું છે કે આ હોસ્પિટલમાં ઓક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હવે દિલ્હીમાં ઓક્સિજનની અછત નછી.જો કે કેન્દ્ર સરકારે દિલ્હીને દૈનિક ધોરણે 700 ટન ઓક્સિજનનો પુરવઠો આપવા અનિચ્છા વ્યક્ત કરી.સુપ્રીમ કોર્ટે જ્યારે જણાવ્યું કે, દિલ્હીને આટલો જ ઓક્સિજન પુરવઠો આપવો પડશે ત્યારે કેન્દ્રે જણાવ્યું કે જો તેઓ દિલ્હીને આટલો ઓક્સિજન સપ્લાય આપશે તો અન્ય રાજ્યોમાં અછત સર્જાઈ શકે છે.

