આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે.અરવિંદ કેજરીવાલ હાલમાં ભાવનગર પહોંચ્યા છે.ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક દિવસીય પ્રવાસ પર છે.સીએમ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ સ્થળ પહેલા નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા.જ્યાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી હતી. 15 થી 20 મિનિટ સુધી યુવરાજ જ્યવીરાજ સાથે મુલાકાત થઈ હોવાની વાત સામે આવી છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરના યુવરાજ સાથેની કેજરીવાલની મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
તો બીજી તરફ તેમના મળ્યા બાદ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકો સાથે સંવાદ કરવા પહોંચ્યા છે.મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.અરવિંદ કેજરીવાલના આગમનને લઈને મોટી સંખ્યામાં યુવાનો આ સંવાદમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે.અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા,આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઇન્દ્રનિલ રાજ્યગુરુ તેમજ યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર છે.અરવિંદ કેજરીવાલના આગમન સમયે લોકોની ચિચિયારીઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો.


