આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે.આવતીકાલથી બે દિવસ ગુજરાતની વિવિધ વિસ્તારની મુલાકાત લેશે. આ સાથે જ જનસભાને સંબોધન પણ કરશે.આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે.કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. 16 અને 17 તારીખે કેજરીવાલ અને ભગવંત માન મહેસાણા,ભાવનગર અને બનાસકાંઠાની મુલાકાત લેશે અને જનસભાને સંબોધન પણ કરશે.તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપે વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ પણ બદલી છે.ભાજપથી નારાજ પાટીદારોને આકર્ષવા માટે આપ હવે ગોપાલ ઈટાલિયાને પાટીદાર ચહેરા તરીકે પ્રમોટ કરશે.આથી જ દિલ્હીથી પરત ફરેલા ગોપાલ ઈટાલિયાએ ખોડલધામમાં દર્શન પણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે દિલ્હીના મોટા ગજાના નેતાઓ ગુજરાતમાં જીત મેળવવા માટે ગુજરાત તરફ દોટ મૂકી રહ્યા છે અવારનવાર ત્રણેય પક્ષા મોટા નેતાઓ ગુજરાતમાં સ્વભાવ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની પાર્ટીની જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે.ઓક્ટોબર મહિનામાં ત્રીજી વખત બંને મુખ્યમંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવશે.આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જાહેર સભાઓ ગજવશે.આવતીકાલે બપોરે ભાવનગરમાં કેજરીવાલાને ભગવંત જાહેર સભાને સંબોધશે,સોમવારે બનાસકાંઠાના ડીસામાં અને ઊંઝામાં સભા કરશે.અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા ૪૧ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે તમામ ઉમેદવારો સાથે બંને મુખ્યમંત્રીઓ બેઠક કરશે.ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવશે.