By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનો મહત્વનો નિર્ણય, સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનો મહત્વનો નિર્ણય, સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવાયો
GeneralInternational

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનો મહત્વનો નિર્ણય, સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવાયો

HM News
Last updated: 02/05/2022 5:27 AM
HM News
3 years ago
Share
SHARE

ઓટાવા, તા. 30 એપ્રિલ 2022, શનિવાર : હેલ્થ કેનેડા દ્વારા સમલૈંગિક પુરૂષો દ્વારા કરવામાં આવતા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ પગલાંને તમામ કેનેડિયન નાગરિકો માટે સારા સમાચાર સમાન ગણાવ્યું હતું અને સાથે જ આ નિર્ણય લેવામાં ઘણું મોડું થઈ ગયું તેમ પણ જણાવ્યું હતું.ટ્રુડોના મતે આ પ્રતિબંધ આજથી 10-15 વર્ષો પહેલા જ દૂર થઈ જવો જોઈતો હતો.સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે, તેનાથી બ્લડ સપ્લાયની સુરક્ષા પર કોઈ જ અસર નહીં પડે તેમ છતાં પાછલી સરકારોએ આ બાબતે કોઈ પગલું નહોતું ભર્યું.

ટ્રુડોએ જણાવ્યું કે, રક્તદાન સંબંધી નિયમમાં ફેરફાર કરવા માટે જરૂરી સુરક્ષાના પાસાઓ અંગે સંશોધન કરવા માટે તેમની સરકારે 39 લાખ ડોલરનો ખર્ચો કર્યો છે.અનેક વૈજ્ઞાનિક રિપોર્ટમાં બ્લડ સપ્લાય સુરક્ષિત બની રહેશે તેવું સામે આવ્યું છે.કેનેડિયન બ્લડ સર્વિસિઝે હેલ્થ કેનેડા સમક્ષ આ અંગેની નીતિનો અંત આણવા રજૂઆત કરી હતી.નીતિ પ્રમાણે સમલૈંગિક યૌન સંબંધ બાંધ્યાના 3 માસ સુધી સમલૈંગિકો પર રક્તદાન કરવા માટે પ્રતિબંધ હતો.હેલ્થ કેનેડાએ આ પ્રકારની રજૂઆતને માન આપીને પ્રતિબંધ હટાવી લીધો છે.

હેલ્થ કેનેડાએ કેનેડા સરકારનો એક હિસ્સો છે જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિઓ સાથે સંકળાયેલા નિર્ણયો લે છે.આ નીતિ 1992ના વર્ષમાં લાગુ કરવામાં આવી હતી.એક રક્ત કૌભાંડ બાદ સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં રક્તદાન સંબંધી નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા.વર્ષ 2019માં તે પ્રતિબંધની અવધિ ઘટાડીને 3 માસ કરી દેવામાં આવી હતી.

ઝુમ બરાબર ઝુમ ! દારુ પી ટલ્લી થનારા ભાજપ જિલ્લા પ્રમુખ સામે પક્ષે શું કરી મોટી કાર્યવાહી ? જુઓ વિડિઓ
ફિલ્મ માફિયા કરતાંય મોટા છે મુઝિક માફીયાઓ, નવા સિંગરને હેરાન કરે છે : સોનુ નિગમ
દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી
અમદાવાદમાં ખાનગી ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું
કોરોનાનો રાફડો ફાટ્યો! 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ
Next Article અમેરિકા: સમુદ્ર કિનારે બાળકોની ડઝનેક ઢીંગલીઓ દેખાતા વૈજ્ઞાનિકો દંગ રહી ગયા, જણાવ્યો ડરામણો અનુભવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up