અમદાવાદ : ટેક્સટાઈલ સેક્ટરના અપગ્રેડેશન માટે નવી લાંબા ગાળાની એ-ટફ(ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ-ટફ)ની યોજના લાવવા આજે સક્રિય વિચારણા કરવામાં આવી હતી.ગુજરાત ચેમ્બર સહિત દેશભરના ટેક્સટાઈલ સેક્ટરના ૫૦થી ૭૦ એસોસિયેશસનો સાથે કેન્દ્રના જોઈન્ટ ટેક્સટાીલ સેક્રેટરી પ્રાજક્તા વર્માએ કરેલી બેઠકમાં પ્રસ્તુત બાબત પર ફોકસ કરવામાં આવ્યું હતું.ચાર દિવસ પૂર્વે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના ટેક્સટાઈલ વિભાગના જોઈન્ટ સેક્રેટરી પ્રાજક્તા વર્માએ ટેક્સટાઈલ સેક્ટર માટે અલગપ્રકારની અપગ્રેડેશન સ્કીમ સૂઝવવા ટેક્સટાઈલના નિષ્ણાતોને જણાવ્યું હતું.આ બેઠકમાં ગુજરાત ચેમ્બરની ટેક્સટાઈલ કમિટિના ચેરમેન સૌરિન પરીખે તેમના સાથીદારો સાથે ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની જૂની યોજનામાં કેપિટલ સબસિડી અને વ્યાજ સબસિડી આપવાની સિસ્ટમ બંધ કરીને તેને સ્થાને પ્રોડક્શન સાથે જોડીને કોઈ લાભ આપવાની દરખાસ્ત મૂકી હતી.
તેમણે ગત સપ્તાહની મિટિંગ દરમિયાાન ટેક્સટાઈલ યુનિટ માટે કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ પર સહાય આપીને ઇન્ડસ્ટ્રીઝને સરકાર ટકાવવા માગતી હોય તો તેવા સંજોગોમાં ટેક્સટાઈલના યુનિટના ઉત્પાદન અને ટર્નઓવર પર લાગતા કેન્દ્ર સરકારના સીજીએસટીમાં ૮ વરસ સુધી આઠ સમાન હપ્તામાં રાહત આપવાની દરખાસ્ત મૂકી હતી.આ અગે વધુ ફોડ પાડતા તેમણે જણાવ્યું હતું કે નવા સાહસિક રૃા.૮૦ લાખનું રોકાણ કરે તો તેના ટર્નઓવરમાંથી ૮૦ લાખ રૃપિયા સુધીની સહાય આઠ સમાન હપ્તામાં આઠ વરસ સુધી આપવી જોઈએ.આઠ વરસ સુધી લાભ આપવામાં આવતા આઠ વરસ સુધી લાભ મેળવવા માટે પણ તે એકમ ચાલુ રહે અને તેના થકી રોજગારી મેળવનારી વ્યક્તિઓની આઠ વરસ સુધી રોજગારી પણ ચાલુ રહેવાની સંભાવના હતી.
આ અગાઉની ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની યોજનામાં કેપિટલ વસ્તા વ્યાજની સબસિડી એક કે બે વરસમાં આપી દેવામાં આવતી હતી.આ સબસિડી ૨૫ ટકા જેટલી થતી હતી.એક કે બે વરસમાં સબસિડી મળી ગયા પછી સાહસિકો તેમના એકમો સમેટી લેતા હતા.તેને બદલે આઠ વરસ સુધી સબસિડી મળતી રહેવાની ગણતરીથી તેઓ આઠ વરસ સુધી તેમના એકમો ચાલુ રાખશે તેવી ગણતરી પણ આ દરખાસ્ત પાછળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ આજે કેન્દ્રના જોઈન્ટ ટેક્સટાઈલ સેક્રેટરી પ્રાજક્તા વર્માએ ભારતભરના ટેક્સટાઈલ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સ સાથે ઝૂમ મિટિંગ યોજી હતી.આ મિટિંગમાં તેમણે ગુજરાત ચેમ્બરે મૂકેલી દરખાસ્તને દોહરાવી હતી.આ દરખાસ્ત અંગે દેશભરના ટેક્સટાઈલ સેક્ટરના નિષ્ણોતોનો અભિપ્રાય માગ્યો હતો.


