વડોદરા : કેવડિયા ખાતે કોઇર (કાથી) બોર્ડનું ઉદ્ઘાટન કરવા આવેલા કેન્દ્રિય એમએસએમઇ પ્રધાન નારાયણ રાણેએ કેવડિયા જતા પહેલા વડોદરામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં નારાયણ રાણએે કહ્યું હતું કે ગુજરાતમાં કાથી ઉદ્યોગનુ કદ ૪,૦૦૦ કરોડનુ છે અને તેના થકી ગુજરાતમાં ૫૮ લાખ લોકોને રોજગારી મળે છે. કેન્દ્રિય મંત્રીના આ નિવેદનથી ભારે આશ્ચર્ય સર્જાયુ હતું.
કેન્દ્રિય MSME પ્રધાન હોમવર્ક વગર જ વડોદરા દોડી આવ્યા
કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે ‘દરિયા કિનારાના રાજ્યોમાં નાળીયેરનુ ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે અને નાળીયેરના રેસા(કાથી)માંથી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ બને છે.કાથીની આ વસ્તુઓની માંગ ખૂબ વધી રહી છે.દક્ષિણ ભારતના રાજ્યોમાં કાથીની ચીજ વસ્તુઓનુ ભારે ઉત્પાદન થાય છે પરંતુ ગુજરાતમાં તેનુ ઉત્પાદન નહિવત છે.ગુજરાતમાં કાથી ઉદ્યોગનુ વાર્ષિક ૪,૦૦૦ કરોડનુ ટર્ન ઓવર છે જે બે ત્રણ વર્ષમાં વધારીને ૭,૦૦૦ કરોડ કરી દેવાશે જ્યારે ગુજરાતમાં કાથી ઉદ્યોગથી ૫૮ લાખ લોકોને રોજગારી મળે છે તેમાં પણ વધારો કરીને ૧ કરોડ ૨૦ લાખ લોકોને રોજગારી મળે તેવુ આયોજન કરાશે.
નારાયણ રાણે આ વાત કહી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં કાથી બોર્ડના ચેરમેન કપ્પુરામુ પણ બેઠા હતા.નારાયણ રાણેએ જ્યારે આ આંકડા જાહેર કર્યા ત્યારે કપ્પુરામુને પણ પુછ્યુ હતુ કે હું ખોટુ બોલતો હાઉં તો સુધારો કરજો,પણ કપ્પુરામુએ પણ તેમના આંકડા સાચા હોય તેમ હા કહી હતી.
બીજી તરફ કોઇર બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરેલા આકડા ે મુજબ કોઇર ઉદ્યોગનુ આખા દેશમાં કુલ ટર્ન ઓવર રૃ.૩,૭૭૮ કરોડ રૃપિયા છ,ે ૭ લાખ લોકો તેમાથી રોજગારી મેળવી રહ્યા છે. કોઇર ઉદ્યોગના કુલ ટર્ન ઓવરમાં ં ૫૭.૮૫ ટકા કેરળનો, ૨૫.૮૩ ટકા તમિલનાડુનો, ૫.૨૮ ટકા ઓડિશાનો, ૪.૫૨ ટકા કર્ણાટકનો અને ૫.૦૪ ટકા આંધ્રાપ્રદેશનો હિસ્સો છે બાકી રહેલા ૧.૪૮ ટકામાં ગુજરાત સહિત અન્ય રાજ્યો આવી જાય છે એટલે કે ગુજરાતમાં કોઇર ઇન્ડસ્ટ્રિઝનું વાર્ષિક ટર્નઓવર રૃ.૪૦ કરોડ પણ નથી.
શિવસેના સરકાર પંચરવાળી ગાડી છે લાંબુ નહી ચાલે,મહારાષ્ટ્રમાં પુનઃ ગઠબંધન થશે કે નહી તે દેવેન્દ્ર અને ઉધ્ધવ જાણે
નારાયણ રાણેએ આજે દેશ અને મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર વાત કરતા કહ્યું હતુ કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પંચરવાળી ગાડી છે લાબું નહી ચાલે. જ્યા સુધી ગઠબંધનની વાત છે તો દેવેન્દ્ર ફડનવીસની એ વાત હું સ્વીકારૃ છુ કે ભૂતકાળમાં શિવસેના અમારી સાથીદાર હતી પરંતુ ભવિષ્યમાં અમે સાથે હશુ કે નહી તે તો દેવેન્દ્ર અને ઉધ્ધવ જ જાણે.ગઠબંધન અંગે અનેક નેતાઆના ે નિવેદન આવે છે પરંતુ તેમા કોઇ તથ્ય હોતુ નથી.
ખેડૂત આંદોલન વિપક્ષ પ્રેરિત રાજનીતિ છે, સાચા ખેડૂતો સાચી વાત જાણે છે તે વિપક્ષને સાથ નહી આપે
રાણેએ ખેડૂત આંદોલન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ આંદોલન વિપક્ષ પ્રેરિત રાજનીતિ છે.કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કાયદામાં સુધારો લાવી છે પરંતુ ખેડૂતોનુ હિત વિપક્ષોને ગમતુ નથી. સાચા ખેડૂતો સાચી વાત જાણે છે તે વિપક્ષને સાથ નહી આપે.હું કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત કરીશ કે બેન્કો સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને લોન આપવામાં અખાડા કરે છે.
કોરોના પછી નાના ઉદ્યોગોને બેઠા કરવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને બેન્કો આડોડાઇ કરે છે
આજે વડોદરા ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે કેન્દ્રિય મંત્રી નારાયણ રાણે બેન્કો ઉપર ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતુ કે એક તરફ અમે કોરોના પછી સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને આવા સંજોગોમાં મને નાના ઉદ્યોગો તરફથી અસંખ્ય ફરિયાદો મળી છે કે બેન્કો નાના ઉદ્યોગોને લોન આપવામાં અખાડા કરી રહી છે.આ મામલો કેન્દ્રિય નાણામંત્રીનો છે એટલે હું તેમને રજૂઆત કરીશ.
એમએસએમઇ મંત્રાલય દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આર્થિક સહાયની પણ ઘોષણા કરવામાં આવશે આ ઉપરાંત કોરોનાના કારણે સ્થિતિ એવી સર્જાણી છે કે કામદારો અને કારીગરો પોતાના વતનમાં જતા રહ્યા હોવાથી ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે એટલે આવા કામદારોને કામ ઉપર પરત લાવવાના પણ પ્રયત્નો ચાલુ છે.

