By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 347 કરોડના ખર્ચે તૈયાર થયેલા પોલિસ વિભાગના 57 બિન રહેણાંક મકાનોનુ કરશે લોકાર્પણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 347 કરોડના ખર્ચે તૈયાર થયેલા પોલિસ વિભાગના 57 બિન રહેણાંક મકાનોનુ કરશે લોકાર્પણ
AhmedabadGeneral

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 347 કરોડના ખર્ચે તૈયાર થયેલા પોલિસ વિભાગના 57 બિન રહેણાંક મકાનોનુ કરશે લોકાર્પણ

HM News
Last updated: 27/05/2022 10:15 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : આગામી 29મે ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્ય પોલિસ વિભાગ માટે ગુજરાત પોલિસ હાઉસીંગ કૉર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ 57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.વળી, આ જ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ છે તેવુ અદભૂત અધ્યતન ટેકનોલૉજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કૉમ્પ્લેક્સનુ ખાત મુહુર્ત પણ કરવામાં આવનાર છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાહસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જિલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલિસ વિભાગના મકાનોનુ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.આ તમામ જિલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ હાજર રહેશે.તેમણે વધુમાં જણાવ્યુ કે રાજ્ય પોલિસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લા બે દાયકાથી કટિબદ્ધ છે.પોલિસ વિભાગની રોજિંદી કામગીરી માટે જરુરી એવા પોલિસ સ્ટેશન,પોલિસ હેટ ક્વાર્ટર,અલગ-અલગ સ્તરના અધિકારીઓની કચેરીઓ સહિતના પોલિસને લગતા મકાનો અધ્યતન બને અને તેમાં નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે પોલિસ કર્મચારીઓને ભાડામુક્ત રહેઠાણની સુવિધા મળી રહે તેને રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

ગુજરાત પોલિસ હાઈસીંગ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ પોલિસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય અને પોલિસ વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેવા બિનરહેણાંક મકાનો બનાવવા માટે ચોક્કસ એક્શન પ્લાન સાથે કામ કરે છે.જેના ભાગ રુપે ગુજરાત પોલિસ આવાસ નિગમ દ્વારા હાલમાં ગુજરાત પોલિસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુક્ત નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસો તેમજ નવીન પોલિસ સ્ટેશનો મળીને કુલ 57 કામો પૂર્ણ કરાયા છે. વધતા જતા સાયબર ક્રાઈમને રોકવા અને આરોપીઓને ઝડપી સજા થાય તે માટે સૌરાષ્ટ્રના નાગરિકોને સુવિધા પૂરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેકનોલૉજીથી સજજ નવુ સાયબર ક્રાઈમ યુનિટ ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં ઈન્ટ્રોગેશન રુમમાં વીડિયો કેમેરા સાથે ઓડિયો થેરેપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

વડોદરામાં સાત પત્રકારો કોરોનાની લપેટમાં : સોળ નવા કેસ : વધુ બેના મોત
રાહુલ ગાંધીના મૈંને ઉસકો માર દિયા વાળા નિવેદનની અસદુદ્દીન ઓવૈસીએ મિમિક્રી કરી
નાતાલ પૂર્વે ખ્રિસ્તી વધામણાની ઉજવણીમાં હોબાળો : સાન્તાક્લોઝ સહિત ચારને ઇજા
મહારાષ્ટ્રથી સુરત તરફ આવતી ખાનગી બસને બારખાંધ્યા ફાટક નજીક અકસ્માત નડ્યો
દેશનું ફોરેન રિઝર્વ ૩૬.૫૫ લાખ કરોડને પાર
Share This Article
Facebook Email Print
Previous Article CR પાટીલે AAPની મફત યોજનાઓ પર નિશાન સાધ્યું, કહ્યું, લોકોએ સાવધાન રહેવાની જરૂર!
Next Article સાગના લાકડાની તસ્કરીનો ધંધો ઝડપાયો, ફિલ્મી સ્ટાઇલમાં ભાગ્યો ચોર તો RFOએ કર્યું આમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up