વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 11મી સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું.રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને નવા મુખ્યમંત્રી અંગેની અટકળો પણ તેજ થઈ રહી છે.વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષના નેતાઓ પણ પોતાની પ્રતિક્રયા આપી રહ્યા છે.અને બીજી અનેક હલચલ કરી રહ્યા છે.
આ અંગે મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું છે.હું આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ કામ કરતો રહીશ.વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારી પાર્ટીમાં કાર્યકર્તાઓને અલગ અલગ સમયે અલગ અલગ જવાબદારી મળે છે. મને પાંચ વર્ષ માટે જવાબદારી આપી હતી તે મોટો સમય છે.