– કથિત રીતે દારૂ પીતા હોય તેવી તસ્વીરમાં મુખ્ય સચિવ સિન્હાની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી હોવાનું ટાંક્યું હતું
– ટ્વીટર પર નકલી ફોટો શૅર કરવા બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો સહિતના સામે કોલકતા પોલીસે કેસ નોંધ્યો
કોલકાતાઃ કોલકાતા પોલીસએ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની સામે ટ્વિટર પર એક નકલી ફોટો શૅર કરતાં IPCની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમાંથી કેટલીક કલમો બિનજામીનપાત્ર છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એ તસવીરમાં મુખ્ય સચિવ રાજીવ સિન્હા મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી અને કેટલાક અન્ય લોકોની સાથે કથિત રીતે દારૂ પીતા જોવા મળી રહ્યા છે.સુપ્રિયોએ આ ફોટો 8 મેના રોજ શૅર કર્યો હતો.પોલીસે માત્ર બાબુલ સુપ્રિયો જ નહીં પરંતુ આ નકલી ફોટોને શૅર કરનારા કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ પણ કેસ દાખલ કરી દીધો છે.સુપ્રિયોએ ફોટો શૅર કરતાં એક કેપ્શન પણ લખ્યું હતું,સિન્હાની સાથે એક મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી છે.કોલકાતા પોલીસના દક્ષિણ ડિવિઝને ટ્વિટર પર બાબુલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને નકલી ગણાવતાં સુપ્રિયોની વિરુદ્ધ કાર્યવાહીની વાત કહી છે.

