– સુરેન્દ્રનગરની વિધાનસભા બેઠકો પર જાહેર રેલીને સંબોધશે
– અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સાબરમતી સંવાદ કાર્યક્રમમાં પણ ભાગ લેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે.ત્યારે એક પછી એક કેન્દ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર પણ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેશે ત્યાર બાદ સુરેન્દ્રનગરની વિધાનસભા બેઠકો પર જાહેર રેલીને સંબોધશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.મંત્રી ઠાકુર આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેશે.તેઓ માલવણ,સુરેન્દ્રનગર,લીંબડી સહિતના સ્થળોએ જાહેર સભાઓને સંબોધશે.સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ મેળવતા ગામડાઓમાં તેમનું જાહેર સ્વાગત કરવામાં આવશે.જે બાદ મંત્રી ઠાકુર સોમવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે બાળ સંશોધકો અને સ્પોર્ટ્સ સ્ટાર્ટ-અપ પ્રણેતાઓ સાથે વાર્તાલાપ કરશે.તેઓ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સાબરમતી સંવાદ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.મંત્રી ઠાકુર ગાંધીનગરમાં મોદી @20 પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.


