– દર્શના જરદોષે ટ્વિટ કરેલા 41 સેકન્ડના વિડીયોમાં રાત્રિના સમયનો રેલ્વે સ્ટેશનનો સમગ્ર એરિયલ વ્યૂ દર્શાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે ” અદભૂત ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન “.
સુરતના સાંસદ અને મોદી મંત્રીમંડળમાં હાલમાં રાજય કક્ષાના મંત્રી બનેલા દર્શના જરદોષે ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો એક સુંદર વિડીયો ટ્વિટ કર્યો છે.તેમણે પીએમ મોદી શુક્રવારે લોકાર્પિત કરનારા ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો લાઇટિંગ સાથેનો વિડીયો ટ્વિટ કર્યો છે.તેમણે ટ્વિટ કરેલા 41 સેકન્ડના વિડીયોમાં રાત્રિના સમયનો રેલ્વે સ્ટેશનનો સમગ્ર એરિયલ વ્યૂ દર્શાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે ” અદભૂત ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન “.
રાજ્યના પાટનગર ગાંધીનગરનું અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ (બનીને તૈયાર થઇ ગયા છે. 16 જુલાઈને શુક્રવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેનું લોકાર્પણ કરવાના છે.
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ
રૂ. 71 કરોડના ખર્ચે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.આ સ્ટેશને વિશ્વ સ્તરની સુવિધાઓ આધુનિક એરપોર્ટની સમકક્ષ પૂરી પાડવામાં આવી છે.ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર,રેમ્પ,લિફ્ટ્સ,સમર્પિત પાર્કિંગ્ત જગાઓ ઇત્યાદિ પૂરાં પાડીને તેને દિવ્યાંગોને અનુકૂળ સ્ટેશન બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે.સંપૂર્ણ ઇમારત ગ્રીન બિલ્ડિંગની રેટિંગ વિશેષતાઓ સાથે ડિઝાઇન થઈ છે.અત્યાધુનિક બાહ્ય દેખાવ 32 થીમ્સ સાથે દરરોજ થીમ આધારિત લાઇટિંગ પર હશે.સ્ટેશન પર એક ફાઇવ સ્ટાર હોટેલ પણ હશે.
રેલવેની પરિયોજનાઓમાં નવા રિડેવલપ કરાયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન,ગેજ રૂપાંતરિત કમ વીજળીકરણ કરાયેલ મહેસાણા-વરેઠા લાઇન અને નવા વીજળીકરણ કરાયેલા સુરેન્દ્રનગર-પિપાવાવ સેક્શનનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી બે નવી ટ્રેનો- ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર પાટનગર અને વરેઠા વચ્ચે મેમુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.