જીએસટી મુદ્દે કેન્દ્ર સરકાર અને વેપારીઓની બેઠક નિષ્ફળ: ટ્રાન્સપોર્ટ સંઘ પણ દેશમાં ચક્કાજામ કરશે: સરકાર સામે ખુલ્લી લડત
મુદ્દે કેન્દ્ર સરકાર સાથે બેઠક નિષ્ફળ રહ્યા પછી વેપારીઓના ભારત બંધનું સમર્થન કરી રહેલા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશને ધોરણ 26 ફેબ્રુઆરી દેશભરમાં ચક્કાજામ કરવાનું એલાન કરી દીધું છે.બેઠક દરમિયાન ગુજરાતના જીએસટી અધિકારીની મનમાનીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જીએસટીની અનેક જોગવાઇઓ અને ટેક્સ ઓફિસરની મનમાની પર વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે.ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સે તેના વિરુદ્ધ 26 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાનું એલાન કર્યું છે.વેપારીઓના આ પગલાને ધ્યાને લઇને સરકાર,વેપારીઓ અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓ વચ્ચે આજે બેઠક કરવામાં આવી હતી.પરંતુ નાણા મંત્રાલયમાં થયેલી વાતચીત નિષ્ફળ રહી હતી. કોઈપણ ઉકેલ ન આવતા વેપારીઓએ બેઠક પછી 26 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી હતી.
ટ્રેડર્સના ભારત બંધ સમર્થન કરી રહેલું એટવા પણ દેશભરમાં ચક્કાજામ કરશે.બેઠકમાં નાણા સચિવ અજય ભૂષણ પાંડે,કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ પીસી મોદી અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ એમ અજીતકુમાર પણ હાજર હતા. વેપારીઓની તરફથી કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ,એટવાના ચેરમેન પ્રતિપ સિંઘલ અને કૈટ જીએસટી કમિટી ના અધ્યક્ષ પૂનમ જોષીએ પણ હાજરી આપી હતી. પ્રતિનિધિમંડળે જીએસટી અને દેશભરમાં કર પ્રશાસનની કામગીરી સાથે સંકળાયેલા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની સમસ્યાઓની માહિતી પણ નાણામંત્રાલયના અધિકારીઓને સોંપી હતી.કેન્દ્ર સરકાર અને વેપારીઓ વચ્ચે આગામી બેઠક માર્ચના પહેલા સપ્તાહમાં હશે.
કેન્દ્ર સરકાર અને વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટર વચ્ચે થયેલી બેઠકમાં ગુજરાતના અધિકારીઓની મનમાનીનો ઉલ્લેખ પણ કર્યો હતો.પ્રવીણ ખંડેલવાલે નાણા સચિવ પાસે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. મહત્વનું છે કે ગુજરાતના વાપીમાં જીએસટી અધિકારીઓએ વેપારીઓ સાથે મારપીટ કરી હતી, જેને વેપારીઓએ મયર્દિાના ઉલ્લંઘન તરીકે ગણાવ્યું હતું.જો કે સીબીઆઈના અધ્યક્ષ એમ. અજીતકુમારે વેપારીઓને જણાવ્યું કે આજે સવારે જ તેમણે ડીજીજીઆઈ,સુરત પાસેથી આ ઘટનાનો અહેવાલ માંગ્યો છે.
તેમણે કહ્યું કે દોષિત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર વેપારીઓનું ઉત્પીડન અથવા તેની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.